CJI પર યૌન શોષણના આરોપથી ખળભળાટApril 20, 2019

  • CJI પર યૌન શોષણના આરોપથી ખળભળાટ

ક્ષ ઈઉંઈં ગોગોઇએ કહ્યું: ન્યાય તંત્ર ખતરામાં છે: આગામી સપ્તાહે કેટલાય મહત્વના મામલાની સુનાવણી છે એટલે આવા આક્ષેપો કરાવાયા છે
રાજકોટ તા. 20
એક અત્યંત ચોંકાવનારી ઘટના ક્રમમાં 35 વર્ષિય એક મહિલાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇ પર યૌન- શોષણનો આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામયો છે. સુત્રોના જણાવ્યાનુસાર અત્યંત ચોંકાવનારા આક્ષેપો કરનારી યુવતી સુપ્રીમકોર્ટની જ પુર્વ કર્મચારી હોવાનું કહેવાય છે અને સુપ્રીમ કોર્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી એક વ્યકિત પાસેથી નાણા ખંખેરવાના ગુનામાં 4 દિવસ જેલવવાસ કાટી ચુકી છે. બીજી તરફ આક્ષેપોથી ખિન્ન ચીફ જસ્ટિસ ગોગોઇએ આ ઘટના પાછળ ખોટું ષડયંત્ર અને તેને અંજામ આપનારી મોટી ગેંગ હોવાનું કહેતા મામલો ઔર ગંભીર બની ગયો હતો.
દરમિયાન, ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ પોતાના પર લાગેલા યૌન- શોષણના આરોપોને નકારી કાઢયા હતા. તેમણે કહ્યું હતું કે હું આવા આરોપોનાં જવાબ દેવા નથી માંગતો. સર્વોચ્ચ ન્યાયધિશ ગોગોઇએ કહ્યું: ન્યાયતંત્ર ખતરામાં છે આગામી સપ્તાહે કેટલાય મહત્વનાં મામલાની સુનાવણી થવાની છે, એટલે જાણી જોઇને આવા આરોપો લગાવાયા છે.
નોંધનીય છે કે એક મહિલા દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ સુપ્રીમ કોર્ટની એક સ્પેશિયલ બેન્ચે મામલાની સુનાવણી હાથ ધરી હતી.

આ દરમિયાન, ચીફ જસ્ટિસે કહ્યું કે શું ચીફ જસ્ટિસનાં 20 વર્ષના કાર્યકાળનું આ ઇનામ છે? 20 વર્ષની સેવા પછી મારા ખાતામાં ફકત 6,80,000 રૂપિયા જ છે. કોઇપણ વ્યકિત મારું ખાતું ચેક કરી શકે છે. તેમણે કહ્યું કે મારા નોકર પાસે પણ મારા થી વધુ પૈસા છે!
રંજન ગોગોઇએ કહ્યું કે ન્યાય તંત્રને બલીનો બકરો બનાવી ન શકાય કેટલાક લોકો ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઇ)ની ઓફિસને નિશ્ર્ક્રિય કરવા માગે છે. લોકો પૈસાની બાબતે મારા સામે આંગળી ઉઠાવી શકે તેમ નહોતા, એટલે ‘આ’ પ્રકારના આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે હું દેશવાસીઓને આશ્ર્વત કરવા માંગીશ કે હું મહત્વપુર્ણ મામલાની સુનાવણી કરીશ જ. તેઓએ મારા ઉપર આરોપ લગાવ્યા છે, જે જેલમાં હતા અને હવે બહાર છે. આની પાછળ કોઇ એક શખ્સ નથી બલ્કે કેટલાયના હાથ છે.
સીજેઆઇ રંજન ગોગોઇએ કહ્યું કે જે મહિલાએ આરોપ લગાવ્યો તે 4 દિવસ જેલમાં હતી. મહિલાએ કોઇ વ્યકિતને સુપ્રીમ કોર્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા ઉઘરાવ્યા હતા.