બિગ-બીએ શહીદો માટે ગાયું અમર ગીતApril 20, 2019

  • બિગ-બીએ શહીદો  માટે ગાયું અમર ગીત

મુંબઇ :  14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલાએ આખા દેશને હચમચાવી મૂક્યો હતો. સીપીઆરએફના 40 જવાનો આ હુમલામાં શહીદ થયા હતાં. બોલિવૂડના એક્ટરોએ હૃદયસ્પર્શી ગીત ગાઈને શહીદ થયેલાં જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. તુ દેશ મેરા સોન્ગમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન અને રણબીર કપૂરે પોતાનો અવાજ આપ્યો છે. આ સોન્ગ વિશેની જાણકારી સીપીઆરએફના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી મળી છે.