બડે મિયાં તો બડે મિયાં છોટે મિયાં શુભાન્નલ્લાહApril 20, 2019

  • બડે મિયાં તો બડે મિયાં છોટે મિયાં શુભાન્નલ્લાહ
  • બડે મિયાં તો બડે મિયાં છોટે મિયાં શુભાન્નલ્લાહ
  • બડે મિયાં તો બડે મિયાં છોટે મિયાં શુભાન્નલ્લાહ

મુંબઇ : ‘છોટુ તુઝે ભૂખ લગી હૈ’ ફિલ્મ અમર અકબર એન્થનીમાં આ નાનકડા બાળકના મોઢે આ ડાયલોગ સાંભળીને ભલભલાનું દિલ પીગળી જાય. આ જ ફિલ્મમાં છોકરાએ સાબિત કરી દીધું હતું કે તે લાંબી રેસનો ઘોડો છે. આ બાળકે અમર અકબર એન્થની, કૂલી સહિત અનેક ફિલ્મોમાં અમિતાભ બચ્ચનના બાળપણનું પાત્ર ભજવ્યું હતું. જાણો છો આ છોકરો કોણ છે અને આજે શું કરી રહ્યો છે?
આ બાળકનું નામ માસ્ટર રવિ છે. તેણે 1976માં ફિલ્મ ફકીરાથી ડેબ્યુ કર્યું હતું પરંતુ તેને ઓળખ 1977માં રીલીઝ થયેલી ફિલ્મ અમર અકબર એન્થનીથી મળી હતી અને રાતોરાત તે સ્ટાર બની ગયો હતો.
આ ફિલ્મ પછી માસ્ટર રવિએ દેશ પ્રેમી, શક્તિ અને કુલી જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોમાં માસ્ટર રવિએ અમિતાભ બચ્ચનના બાળપણનો રોલ ભજવ્યો હતો. માસ્ટર રવિએ પોતાની કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મો કરી. આટલી ફિલ્મો તો અમિતાભ બચ્ચન કે બીજા કોઈ સ્ટારે નથી કરી.
તમને જાણીને નવાઈ લાગશે કે માસ્ટર રવિ એટલે કે રવિ વલેચા આજ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. તે ટોચની પ્રાઈવેટ સેક્ટર બેન્કોને હોસ્પિટાલિટીની સેવા
આપે છે.
વીસ વર્ષથી તે આ ફિલ્ડમાં રાજ કરી રહ્યા છે. તેમણે અમદાવાદના નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટમાંથી હોસ્પિટાલિટી અને ફેસિલીટીઝમાં એમબીએની ડીગ્રી લીધી. ત્યાર પછી તેમણે આ ફિલ્ડમાં પગ જમાવ્યા અને આજે તેમનો બિઝનેસ કરોડોમાં છે.