દક્ષિણ ફ્રાંસના દરિયા કિનારે સફેદ ઘોડાને કેટલાક એવા ફોટોગ્રાફApril 20, 2019

  • દક્ષિણ ફ્રાંસના દરિયા કિનારે સફેદ ઘોડાને કેટલાક એવા ફોટોગ્રાફ
  • દક્ષિણ ફ્રાંસના દરિયા કિનારે સફેદ ઘોડાને કેટલાક એવા ફોટોગ્રાફ

ફોટોગ્રાફર સ્કોટ સ્ટલબર્ગે દક્ષિણ ફ્રાંસના દરિયા કિનારે સફેદ ઘોડાને કેટલાક એવા ફોટોગ્રાફ ક્લિક કર્યા છે. જે આપણે ત્યાં પોસ્ટરમાં જોવા મળે છે. આ 12 કેમર્ગ હોર્સ જયારે સાજે લટાર મારવા માટે નીકળ્યા હતા ત્યારે ફોટોગ્રાફરે આ તક ઝડપી લીધી હતી. ખાસ વાત એ છે કે આ દોડતા ઘોડાઓની સાથે પાણીના ઉડતા દરેક છાંટાઓ પણ ખુબ સ્પષ્ટ રીતે કેમેરામા કેદ થયા છે. ખાસ પ્રકારના બ્રિડિંગથી આ ઘોડાને ઉછેરવામાં આવ્યા છે. ફોટોગ્રાફરે જણાવ્યું હતું કે જયારે આ ઘોડા પાણીમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તસવીર એવી રીતે લેવામાં આવી છે કે પાણીમાં પણ તેનું પ્રતિબિંબ જોઇ શકાય છે. જેને રિફલેક્ટ ઈમેજ કહેવાય છે. ફ્રાંસનું કેમર્ગ નેચરલ પાર્ક દુનિયાભરમા જાણીતું છે. જેમાં પ્રાણીઓ માટે નદી - નાળા અને વિશાળ તળાવ એવી રીતે તૈયાર કરવામા આવ્યા છે જાણે તે કુદરતી લાગે. યુનેસ્કોએ પણ તેમની આ સાચવણીની નોંધ લીધી છે.