7 વર્ષમાં 6 એરલાઇન્સ કંપની ગોથાં ગાળી ગઇ !April 19, 2019

  • 7 વર્ષમાં 6 એરલાઇન્સ કંપની ગોથાં ગાળી ગઇ !

નવી દિલ્હી તા.19
આર્થિક સંકટોમાંથી પસાર થઇ રહેલી દેશની પ્રથમ પ્રાઈવેટ એરલાઈન્સ જેટ એરવેઝે બુધવારે અચોક્કસ મુદતથી તમામ ફલાઈટ્સ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. જેટ એરવેઝ છેલ્લા સાત વર્ષમાં બંધ થનારી છઠ્ઠી અને બીજી મોટી એરલાઈન છે.
2012માં માલ્યાની કિંગફિશર એરલાઈન્સ બંધ થઈ હતી. બાદમાં એર પેગસસ, એસ કોસ્ટા, એર કાર્નિવલ અને ઝૂમ એરને ઓપરેશન્સ બંધ કરવા પડ્યા હતા. જેટનું ઓપરેશન બંધ થયા બાદ લગભગ 20,000 કર્મચારીઓ અને મેનેજમેન્ટના ભવિષ્ય પર સંકટ સર્જાયું છે. કર્મચારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમની રોજગારી બચાવવા માટે અપીલ કરી છે.
એરલાઈનના પાયલટ્સ અને એન્જિનિયર્સને ઓગસ્ટ 2018થી ટુકડામાં વેતન મળી રહ્યું હતું. છેલ્લા ત્રણ મહીનાની સેલેરીની ચૂકવણી બાકી છે. એવી આશા હતી કે એરલાઈનને બેંકો પાસેથી 1500 કરોડ રૂપિયા મળશે તો થોડી રાહત મળશે પરંતુ લેન્ડર્સે ફન્ડ આપવાની વાતને ઠુકરાવી દીધી હતી.