LOC ટ્રેડનો પાકિસ્તાની તત્વો ગેરલાભ ઉઠાવતા હતા: ભારતApril 19, 2019

  • LOC ટ્રેડનો પાકિસ્તાની તત્વો ગેરલાભ ઉઠાવતા હતા: ભારત

નવી દિલ્હી, તા. 19
ભારત સરકારે પાકિસ્તાન સાથે નિયંત્રણ રેખાની ઉસપારથી થનારા તમામ વ્યાપાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયની તરફથી ગુરૂવારે સાંજે આ બાબતે આદેશ ઇશ્યું કરવામાં આવ્યા. જેનાં ઉસાર સરકારને એવી રિપોર્ટ મળી રહી હતી કે પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક અરાજક તત્વો બિનકાયદેસર હથિયારો, માદક પદાર્થો અને ફેક કરન્સી વગેરેનાં કાળા કારોબાર માટે એલઓસી ટ્રેડ રૂટનો ઉપયોગ કરી રહ્યા હતા.
ગૃહમંત્રાલયનાં એક અધિકારીનાં નિવેદનમાં ગૃહમંત્રાલય (એમએચએ)એ 19 એપ્રીલના રોજ જમ્મુ કાશ્મીરમાં એલઓસી ટ્રેડના સસ્પેંડ રાખવાનો આદેશ ઇશ્યું કર્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) દ્વારા કરવામાં આવી રહેલી કેટલાક મુદ્દાઓની તપાસમાં આ વાતનીકઘઈ માહિતી મળી કે એલઓસી ટ્રેંડ કરનારા લોકોમાં મોટુ પ્રમાણ એમનું છે જે આતંકવાદ/ અલગતાવાદને ભડકાવવામાં સમાવિષ્ઠ પ્રતિબંધિત સંગઠનો સાથે કોઇના કોઇ પ્રકારે સંબંધો ધરાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પેલે પારથી સ્થાનીક લોકોની વચ્ચે સંયુક્ત ઉપયોગની વસ્તુઓનાં આદાન પ્રદાન માટે એલઓસીએ ટ્રેડ કરવામાં આવે છે. આ વ્યાપાર બે કેન્દ્રો દ્વારા થાય છે જે સલમાબાદ (ઉરી) જિલ્લા બારામુલા અને ચક્કન દા બાદ જિલ્લા પુંછમાં આવેલ છે. વ્યાપાર એક અઠવાડીયામાં ચાર દિવસ હોય છે અને આ વસ્તું વિનિમય પ્રણાલી પર આધારિત છે અને કોઇ શુલ્ક પણ નથી લાગતા.
એમએચએએ આગળ કહ્યું કે, તેવામાં આ નિર્ણય કરવામાં આવ્યો કે, જમ્મુ અને કાશ્મીરમાં સલમાબાદ અને ચક્કન દા બાગનાં રસ્તે કજ્ઞઈ ટ્રેડને સ્થાપિત કરવામાં આવશે. આ તરફ તમામ એજન્સીઓની સાથે વાતચીતની આકરી નિંગા માટે એક તંત્ર વિકસિત કરવામાં આવશે.