NCP ના શંકરસિંહ બાપુ કૂદ્યા કોંગ્રેસનાં પ્રચારમાં!April 19, 2019

  • NCP ના શંકરસિંહ બાપુ કૂદ્યા  કોંગ્રેસનાં પ્રચારમાં!

ગાંધીનગર તા.19
લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ગાંધીનગર બેઠક કબ્જે કરવા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા દ્વારા જુદા જુદા વિસ્તારમાં સભાઓ કરવામા આવી રહી છે. ત્યારે એનસીપીની નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સીજે ચાવડાને સમર્થન જાહેર કર્યું હતું. અને સીજે ચાવડા માટે પ્રચાર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે આવતી ચૂંટણી બાદ ભાજપ સરકાર નહી આવે. ભાજપની 100 કરતા પણ વધુ બેઠકો ઘટશે.
ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ અને કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાની વચ્ચે જંગ જોવા મળશે. ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અમિત શાહના વિરૂદ્ધમાં પ્રચાર કર્યો હતો. સી.જે.ચાવડાના સમર્થનમાં શંકરસિંહ વાઘેલાએ આજે ચૂંટણી પ્રચાર કર્યો હતો.
લોકસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા પ્રથમ સભામાં જોવા મળ્યા હતા. મહત્વનુ છે કે, રાજ્યમાં કોંગ્રેસ અને એનસીપી નુ હજી સુધી ગઠબંધન થયુ નથી. ત્યારે હવે શંકરસિંહ કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કરવા માટે આવતા અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.