મહારાષ્ટ્રમાં ખાનગી બસ ખીણમાં ખાબકી, સુરતના 4 લોકો સહિત કુલ 6નાં મોત

  • મહારાષ્ટ્રમાં ખાનગી બસ ખીણમાં ખાબકી, સુરતના 4 લોકો સહિત કુલ 6નાં મોત

સુરત : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તોરગના ઘાટ પર ખાનગી બસ અકસ્માતમાં સુરતના 6 લોકોના મોત થયના અહેવાલ મળી રહ્યા છે. ગુજરાતથી હોળીની રજાઓ માણવા માટે ગયેલી સુરતની બસ ખીણમાં ખાબકતા છ જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 45 કરતા પણ વધારે લોકો બસ અકસ્માતમાં ઘાયલ થયા છે. ત્ર્યમ્બકથી દર્શન કરી પરત ફરતી વેળાએ ખાનગી ટ્રાવેલ્સની બસ ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં 45 જેટલા બસ સવારો આ અકસ્માતમાં ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત કાર્યમાં 7 જેટલી એમ્બુલન્સ રાહત કામગીરીમાં લાગી છે.