કોંગ્રેસમાં જોડાયાની વાતનો સપનાએ કર્યો ઈન્કાર, જુઓ વીડીયોમાં કેમ કોંગ્રેસમાં જોડાવાનો ઈન્કાર કર્યો

  • કોંગ્રેસમાં જોડાયાની વાતનો સપનાએ કર્યો ઈન્કાર, જુઓ વીડીયોમાં  કેમ  કોંગ્રેસમાં જોડાવાનો ઈન્કાર કર્યો

 ડાન્સર સપના ચૌધરીએ કોંગ્રેસમાં સામેલ થવાની વાતનો ઈન્કાર કરી દીધો છે. તેમણે રવિવારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી. સપનાએ કહ્યું કે તેમની પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજ બબ્બર સાથે કોઈ મુલાકાત થઈ નથી. ભવિષ્યમાં પણ કોંગ્રેસ જોઈન કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી. સપના ચૌધરીએ કહ્યું કે પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે વાઈરલ થયેલી તેમની તસવીર ઘણી જૂની છે. સપનાએ એમ પણ કહ્યું કે હું કોઈ પણ પાર્ટી માટે પ્રચાર કરવાની નથી.  અત્રે જણાવવાનું કે શનિવારે એવા અહેવાલ આવ્યા હતાં કે હરિયાણવી ડાન્સર અને સિંગર સપના ચૌધરીએ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે અને મથુરાથી હેમા માલિની સામે ચૂંટણી લડી શકે છે.