અમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત

  • અમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત

અમદાવાદ: આજે વહેલી સવારે જમાલપુર શાક માર્કેટ અને એનઆઇડી વચ્ચે પસાર થતી સાબરમતી નદીમાં યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેએ રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધીને નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે રિવરફ્રન્ટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.