રાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં

  • રાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં

રાજકોટ:  શનિવારે ભાજપે લોકસભા ચૂંટણી 2019 માટે રાજ્યના 16 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. ભાજપે રાજકોટમાંથી મોહન કુંડારિયાનું નામ જાહેર થતા જ ત્યાંનું રાજકારણ પણ જાણે ગરમાયું હોય તેમ નરેશ પટેલનાં પુત્ર શિવરાજ પટેલનાં પોસ્ટરો લગાડવામાં આવ્યાં છે. જેમાં લખ્યું છે કે રાજકોટથી ભાઇ આવે છે, 101 ટકા જીત નિશ્ચિત છે. સારૂ વ્યક્તિત્વ, શિક્ષણ અને તન, મન, ધનથી સંપન્ન વ્યક્તિ તરીકે રાજકોટથી લોકસભા સીટ પર અમે આવકારીએ છીએ. આ લખાણવાળા પોસ્ટર કોણે લગાડ્યા છે તેને લઈને અનેક તર્ક વિતર્ક ચર્ચાઇ રહ્યાં છે