સમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા

  • સમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા

સુરેન્દ્રનગરના સાંસદની ટિકિટ ના આપતા વર્તમાન સાંસદ દેવજી ફતેપરાની નારાજગી સામે આવી છે. જ્યારે ભાજપ દ્વારા સુરેન્દ્રનગર બેઠક માટે નવા ઉમેદવાર તરીકે મહેન્દ્ર મંજુપરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ: સુરેન્દ્રનગરના સાંસદની ટિકિટ ના આપતા વર્તમાન સાંસદ દેવજી ફતેપરાની નારાજગી સામે આવી છે. જ્યારે ભાજપ દ્વારા સુરેન્દ્રનગર બેઠક માટે નવા ઉમેદવાર તરીકે મહેન્દ્ર મંજુપરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરના વર્તમાન સાંસદ દેવજી ફતેપરાએ મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું સમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ.
ગાંધીનગર બાદ સુરેન્દ્રનગરના સાંસદની ટિકિટ કાપવામાં આવતા વર્તમાન સાંસદ દેવજી ફતેપરાની નારાજગી સામે આવી છે. લોકસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના વધુ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વરા સૌરાષ્ટ્ર-કચ્છના 6 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર બેઠકમાં ભાજપ દ્વારા નવા ઉમેદવાર તરીકે મહેન્દ્ર મંજુપરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ભાજપ દ્વારા દેવજી ફતેપરાને રીપીટ ન કરાતા તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી.