પરેશ રાવલે ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાતMarch 23, 2019

  • પરેશ રાવલે ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત

અમદાવાદ તા. 23
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીઓ દરેક સીટ પર પોતાના ઉમેદવારો વિચારી સમજીને નક્કી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ પૂર્વની સીટ પરથી હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને લઇને પરેશ રાવલે મોટી જાહેરાત કરી છે. પરેશ રાવલ આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
તમને જણાવી દઇએ કે, 2014ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વની બેઠક પરથી પરેશ રાવલ મોટા અંતરથી જીત્યા હતા. પરંતુ આ વખતે બોલીવુડ સ્ટાર્સ પરેશ રાવલ લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
ચૂંટણી પહેલા ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયામાં અમદાવાર પૂર્વના કાર્યકારો અને લોકોમાં પરેશ રાવલને લઇને મોટો રોષ જોવા મળી રહ્યો હતો. જેના કારણે રાજકારણ સાથે જોડાયેલા સૂત્રોનું માનવું હતું કે, ભાજપ આ વખતે પરેશ રાવલની ટિકીટ કાપશે. અને જોગાનુંજોગ આ વાત સાચી પણ પડી છે. અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન પરેશ રાવલનો રીતસરનો વિરોધ જોવા મળ્યો હતો. જેના કારણે પરેશ રાવલે જાતે જ લોકસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે.પરેશ રાવલે આ વિશે જણાવ્યું હતું કે, હું આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડું, પરંતુ હું પીએમ મોદી અને પાર્ટીને હંમેશાં મારો ટેકો આપતો રહીશ. રાવલે અગાઉ ચૂંટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજકારણમાં લોકોને વધારે સમય આપવો પડે છે જે હું મારા ફિલ્મોને કારણે આપી શકતો નથી. તેથી હું ચૂંટણી નહીં લડુ. તેમણે તે પણ કહ્યું છે કે હું હંમેશા પીએમ મોદીનું સમર્થન કરતો રહીશ.