જામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું

  • જામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું
  • જામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું

જામનગરમાં હોલી પાર્ટી પ્લોટ ખાતે કેસુડો ઇવેન્ટમાં હાર્દિક પટેલ ધુળેટી રમવા પહોંચ્યો હતો. પરંતુ સ્ટેજ પર ચડતા જ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. આ જોઇને હાર્દિક પણ મુશ્કેલીમાં મુકાયો હોય તેમ તેના ચહેરા પર હાવભાવ જોવા મળ્યા હતા. હાર્દિક સ્ટેજ પર ચડીને માઇકમાં બોલતો હતો પણ લોકો તેને સાંભળ્યો નહોતો અને સતત મોદી મોદીના નારા લગાવ્યા હતા. આથી હાર્દિકને પણ શરમજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો હતો અને ત્યાંથી થોડીવારમાં ચાલ્યો ગયો હતો. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને તાજેતરમાં ભાજપમાં જોડાનાર રીવાબા પણ ધુળેટીની ઉજવણી કરવા કેસુડો ઇવેન્ટમાં પહોંચ્યા હતા. લોકોએ તેને આવકાર્યા હતા અને રીવાબાએ પણ લોકોની ઉજવણીમાં ઉત્સાહ વધાર્યો હતો. તેમજ લોકોને મોદી મોદીના નારા લગાવ્યા હતા. આમ એક જ ઇવેન્ટમાં પહોંચેલા રીવાબા અને હાર્દિક પટેલની હાજરી વખતે વિરોધાભાસ જોવા મળ્યો હતો.