વરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે?

  • વરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે?


મુંબઇ: બદ્રીનાથ કી દુલ્હનીયા, હમ્પ્ટી શર્મા કી દુલ્હનીયા જેવી અનેક ફિલ્મ્સથી વરૂણ ધવન ટુંક સમયમાં જ ફેન્સમાં માનીતો ચહેરો બન્યો છે. તાજેતરમાં જ તેના એક ફેને રોમાન્ટીક રીતે તેને પ્રપોઝ કર્યુ હતું. આ સમયે વરૂણ ધવન એરપોર્ટ પરથી બહાર આવી રહ્યો હતો. પહેલા તો વરૂણને ખબર જ ન પડી કે આ યુવતી શું કરી રહી છે પરંતુ પછીથી આખી ઘટના તેણે સુંદર રીતે સંભાળી લીધી હતી. તાજેતરમાં જ વરૂણ ધવન લંડનથી પરત ફર્યો તો એરપોર્ટ પર ફેન્સે તેની ઘેરી વળ્યો હતો. ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા માટે બેકરાર હતા. આ દરમિયાન તેનો સામનો એક એવી ફેન સાથે થયો કે તેણે દરેકનું ધ્યાન ખેચ્યું હતું. હકીકતમાં વરૂણની આ ફેન સાથે બુકે લઇને આવી હતી. વરૂણને જોઇને તે ઘુંટણભેર બેસી ગઇ હતી અને વરૂણને કિસ કરી હતી. વરૂણ આવી રીતે જોઇને ચોકી ગયો હતો.   પરંતુ તેણે ફેનને ગળે લગાવી અને કીસ કરી હતી.