અભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર!

  • અભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર!

મુંબઇ તા.20
બોલીવુડની 50થી પણ વધારે ફિલ્મોમાં અભ્યાસ કરી ચુકેલી પ્રોડ્યુસર-એક્ટ્રેસને લઈને એક વિચિત્ર વિવાદ સામે આવ્યો છે. અભિનેત્રી પર આરોપો છે કે, તેણે હોટલનું 4.5 લાખ રૂપિયાનું બિલ ચુકવ્યા વગર જ છૂમંતર થઈ ગઈ.
આ અભિનેત્રી તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી એવી અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આ અભિનેત્રીનું નામ પૂજા ગાંધી છે. જે અગાઉ પણ વિવાદમાં સપડાઈ હતી.
પૂજા બેંગલુરૂની એક આલિશાન હોટલમાં થોડાક દિવસોથી રોકાઈ હતી. ઘણા દિવસો સુધી હોટલની સુવિધાઓ લીધા બાદ જ્યારે પૂજાને ખબર પડી કે બિલ 4.5 લાખ રૂપિયા થઈ ગયું છે તો તે બિલ ચુકવ્યા વગર જ ત્યાંથી નાસી ગઈ હતી.
હોટલના કર્મચારીઓને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમની નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પૂજા ગાંધી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બોલાવતા પૂજાએ 2 લાખ રૂપિયા ચૂકવી દીધા હતાં. પૂજાએ પોલીસને આજીજી કરી હતી કે હોટલના બિલની બાકી નિકળતી રકમ ચૂકવવા માટે તેને થોડો સમય આપવામાં આવે.