આવતીકાલે હોલિકા પૂજન રાશિ મુજબ ઉપાસના કરવી

  • આવતીકાલે હોલિકા પૂજન  રાશિ મુજબ ઉપાસના કરવી

રાજકોટ તા.19
આવતીકાલે હોળી પર્વની ઉજવણીમાં પોતાની રાશી મુજબ સંકલ્પ કરી શુભ ફળ મેળવી શકાય છે. સૌપ્રથમ હાથમાં જળ લઇ અને સંકલ્પ કરવો. આજના દિવસે મારા શરીરની બધી બાધાઓ દૂર થાય, રોગ-શત્રુ દૂર થાય અને સારા આરોગ્યની પ્રાપ્તી થાય ત્યારબાદ હોળીમાં શ્રીફળ હોમવું ત્યારબાદ અબીલ, ગુલાલ, કંકુના છાટણા નાખવા ત્યારબાદ ધર્મસિંધુ ગ્રંથના નિયમ પ્રમાણે હોળીની ત્રણ પ્રદક્ષિણા ફરવી અને પ્રાર્થના કરવી મારા શરીરની બધી જ બીમારીઓ દૂર થાય. તે ઉપરાંત હોળીના દિવસે પોતાના કુળદેવી હનુમાનજી તથા ભૈરવ ઉપાસના પણ કરી શકાય છે. કુળદેવીના મંત્ર જાપ કરવા અથવા તો હનુમાનજી અને ભૈરવદાદાને અળદના 21 દાણા ચડાવાથી રક્ષા થાય છે. જે લોકોને શનિની સાડાસાતી ચાલી રહી છે તેઓએ હનુમાનજીનું પૂજન ખાસ કરવું. વૃશ્ર્ચિક, ધન, મકર રાશીના લોકોએ હનુમાનજીને તેલ અને અડદ ચડાવવા તથા કર્ક, વૃશ્ર્ચિક અને કુંભ રાશીના લોકોએ રાહુની અશુભ પીડા દુર કરવા માટે હોળીના દિવસે મહાદેવજીને કાળા તલ ચડાવાથી રાહુની અશુભ પીડામાંથી મુક્તિ મળે છે. હોળીનું પુજન કરતી વખતે હોલીકાયે નમ: મંત્રનો જપ કરવો.
- શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંતરત્ન)

60% off Colors & Herbal Gulal