ગુજરાતના ઝૂંઝારુ એથ્લીટની ગૌરવ કથાMarch 19, 2019

  • ગુજરાતના ઝૂંઝારુ  એથ્લીટની ગૌરવ કથા

ડાંગ તા.19
ગુજરાતના ડાંગ જિલ્લા ખાતે રોડ નિર્માણમાં દૈનિક મજૂરી કરનાર આદિવાસી એથ્લેટ ગવિત મુરલી કુમારે પટિયાલામાં આયોજિત ફેડરેશન કપ નેશનલ સીનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે પુરુષોની 10,000 મીટર દોડને જીત પોતાના નામે કરી છે. આ સાથે ગવિત કુમારે એશિયાઈ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલીફાઈ કર્યું છે.
કુમારે આ ટુર્નામેન્ટના પહેલા જ દિવસે પુરુષોની 5000 મીટર દોડ જીતી હતી. તેને રવિવારે 29 મિનિટ 21.99 સેકેન્ડના સમય સાથે બીજો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેનો આ સમય એશિયાઈ ચેમ્પિયનશિપના ક્વાલીફાયિંગ માર્ક 29 મિનિટ 50 સેકેન્ડથી ઘણો સારો હતો.
ડાંગમાં સાપુતારા હિલ સ્ટેશન પાસેના ગામમાં રહેતા 21 વર્ષીય એથ્લેટે કહ્યું કે, રવિવારની રજા, સ્કૂલની વાર્ષિક પરીક્ષા અને નવા સત્ર વચ્ચેના બે સપ્તાહના સમય દરમિયાન મે મારા ઘરની નજીક રોડ નિર્માણ કાર્યમાં દૈનિક
મજૂરી કરી હતી અને મજરી માટે અમને રોજ 150 રૂપિયા મળતા હતા. આ 2013 અને 2014ની વાત છે. મે આ મૂડીનો ઉપયોગ દોડ માટેના જૂતા ખરીદવા માટે કર્યો હતો.