બુધવારે હોળી અને ગુરુવારે રંગોનું પર્વ ધુળેટી

  • બુધવારે હોળી અને ગુરુવારે રંગોનું પર્વ ધુળેટી

હોળી પ્રગટાવવાનો શુભ સમય બુધવારે રાત્રે 9 વાગ્યા પછી: ગુરુવારે સવારે 7:13 હોળાષ્ટક સમાપ્તિ ફાગણ સુદ ચૌદશને બુધવાર તા. 20-3-19 ના દિવસે ચૌદશ સવારના 10.45 સુધી જ છે ત્યારબાદ પુનમ બેસી જાય છે. આથી હોળી બુધવારે તારીખ 20-3-19 ના દિવસે ગણાશે તથા ગુરૂવારે પુનમ સવારના 7.13 સુધી જ છે ત્યારબાદ એકમ એટલે કે પડવો બેસી જાય છે તથા એકમ ક્ષય તિથિ છે આથી ગુરૂવારે તા. 21-3-19 ના દિવસે ધુળેટી છે તથા ગુરૂવારે સવારના 7.13 મીનીટથી હોળાષ્ટક સમાપ્ત થઇ જશે.
બુધવારે રાત્રે 8.59 સુધી ભદ્રાહોતા હોળી પ્રગટાવવાનો શુભ સમય રાત્રે 9 વાગ્યા પછી નો રહેશે
પૌરાણિક કથા
દૈત્યકુળના હિરણ્યકશિપુને ત્યા હોલીકા નામની બહેન હતી કમળ તો કાદવમા જ ઉગ તેમ હિરણ્યકશિપુને ત્યા પ્રભુના પરમ ભક્ત પ્રહલાદ નો જન્મ થયો પ્રહલાદનો પિતા હિરણ્યકશિપુ પોતાને જ ભગવાન માનતો અને ભક્ત પ્રહલાદ વિષ્ણુભગવાન ની ભક્તિ કરતો આ તેમના પિતાને ગમતુ નહિ આથીભક્ત પ્રહલાદ ના ભોજનમાં ઝેર ભેળવે છે અને ભક્ત પ્રહલાદ ને ખવડાવે છે તોપણ તેનુ મૃત્યુ થતુ નથી પહાડ ઉપરથી ફેકે છે તોપણ તેનુ મૃત્યુ થતુ નથી ત્યારબાદ હિરણ્યકશિપની બહેન હોલાકાને એવુ વરદાન હતુ કે પોતે અગ્નિમા બળે નહિ આથી તે પ્રહલાદને ખોળા મા બેસાડી અને હોળી તૈયાર કરી બેસે છે અને હોળી પ્રગટાવે છે પરંતુ પ્રહલાદને કાય થતુ નથી અને હોળીકા બળીને ભસ્મ થઇ જાય છે આમ અનિષ્ટ સામે નિષ્ટનો વ્જિય થાય છે આથી લોકો ત્યારથી બધાજ ગામમા શહેર મા એકમા હોળી પ્રગટાવે છે અને તેનું પુજન કરી પ્રદક્ષીણા પણ ફરે છે હોળીમાં લોકો અબીલ-ગુલાલ કંકુ છાટે છે શ્રીફળ ધાણી દાળીયા સાથે હોમે છે
હોળીની જાર જે દિશામા જાય તે દિશાના મહત્વ પ્રમાણે વર્ષના વરસાદ નો વરતારો કરવામાં આવે છે.
તે ઉપરાંત વર્ષમાં ચાર મહારાત્રી ગણાય છે કાલરાત્રી મહારાત્રે મોહરાત્રી ય ધરુણા એટલે કે કાળા રાત્રી એટલે કાળી ચૌદશ મહારાત્રી એટલે શીવરાત્રી મોહરાત્રી એટલે શરદપુનમ અને હારુણ રાત્રી એટલે કે હોળી ની રાત્રી આમ વર્ષની ચાર મહારાત્રી મા હોળી ની રાત્રી ગણાય છે હોળીના બીજા દિવસે અબીલ-ગુલાલ અને કેશુળો દ્વારા લોકો ધુળેટી તરિકે આનંદ ઉત્સવ ઉજવે છે
(શાસ્ત્રી રાજદીપ જોષી) 60% off Colors & Herbal Gulal