નાની નાની મદદથી શહીદોને ભાવાંજલિFebruary 26, 2019


પુલવામાં એટેકમાં અને ત્યારબાદ આતંકવાદી સામે લડવામાં અનેક વીર જવાનો શહીદ થયા. આપણે સરહદ પર જઇને તો તેમને મદદ કરી શકવાના નથી પરંતુ એ શહીદોના પરિવારજનોને મદદ કરીને તેમને પરોક્ષ રીતે ચોક્કસ સહાય કરી શકીએ છીએ. વર્તમાનપત્રમાં દરરોજ વાંચીએ છીએ કે નાનામાં નાનો માણસ પણ પોતાની રીતે મદદ કરવા મક્કમ બન્યો છે તો આપણે પણ વિચારીએ કે કયાં, કેવી રીતે ફકત આ બનાવ પૂરતો જ નહીં પરંતુ કાયમ માટે તેમને મદદરૂપ બની શકીએ.
* દૂરના શહેરમાં વસતા સૈનિક પરિવારને પૈસાની મદદ કરવી સરળ બને છે તેથી આપણે આપણાં દૈનિક ખર્ચમાં કાપ મૂકીને નાની પણ મદદ કરી શકીએ છીએ.
* બાળકોને પણ તેમની બચત કરેલ રકમમાંથી કેટલોક ભાગ સૈનિકોની મદદમાં વાપરવાની શીખ આપી શકાય.
* આપણા મોજ-શોખ જેમ કે હોટેલમાં જમવું, વીક એન્ડમાં ફરવા જવું કે ઘર માટે નવું શોપીંગ કરવાને બદલે એ રકમ સૈનિકો માટેના ફંડમાં આપી શકાય.
* બાળકોને નવા કપડા કે પછી નવો મોબાઇલ, પોતાની પર્સનલ ચીજવસ્તુના ખર્ચમાં કાપ મૂકીને એ રકમ ફંડમાં આપવાથી બાળકોને તેનો આનંદ પણ થશે.
* કીટી પાર્ટીમાં ઘણી વખત મહિલાઓ પૈસાનું ભંડોળ એકઠું કરે છે. એક વખતનું આ ભંડોળ સૈનિકોને સમર્પિત કરી શકાય.
* સોસાયટીમાં પણ સભ્યોએ સાથે મળીને ચોક્કસ રકમ ભેગી કરી શહીદોને અર્પણ કરી શકાય.
* શહેરમાં આર્મી ઓફીસરની પત્નીઓનું ગ્રુપ હોય છે તેમાં પણ વિવિધ પ્રકારે મદદ કરી શકાય છે.