ત્રણ મહિના પહેલા જ પરણેલો રત્નકલાકાર ટ્રેન હેઠળ કપાયોFebruary 15, 2019

 ચાર બહેનનાં એકનાં એક ભાઈનું મોત થતા પરિવારમાં અરેરાટી
ભાવનગર તા.15
ત્રણ માસ પહેલા જ લગ્ન કરનાર ભાવનગરનાં ટાણા ગામનાં યુવાને ટ્રેન તળે ઝંપલાવી આત્મહત્યા વહોરી તેના પરિવારમાં શોક છવાયો છે.
મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લામાં શિહોર તાલુકાના ટાણા ગામે રહેતો અને હિરા ધસવાનું કામ કરતો મુસ્લિમ યુવાન અસલમ ઉસ્માનભાઇ બેલીમએ હિરાના કારખાને ભાવનગર છે તેમ કહી ટાણાથી તેના ઘરે પી નીકળી ગયો હતો.
બાદ શિહોર રેલવે સ્ટેશન નજીક નજીક સુરેન્દ્રનગર ભાવનગર ટ્રેનની નીચે ઝંપલાવી આત્મહત્યા વહોરી લીધી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ બનાવ સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.
મૃતક હિરા ધસુ યુવાનનાં ત્રણ માસ પહેલા જ લગ્ન થયા હતા અને ચાર બહેનો વચ્ચે એક જ ભાઇ હતો આ બનાવથી તેના પરીવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી છે.