બોલિવૂડનો ગુસ્સો પણ ફાટફાટ...February 15, 2019

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગઇકાલે દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 40 જવાનો શહીદ થયા હતા. એક્સપ્લોઝિવ ભરેલા એક વાહને સેન્ટ્રલ રિઝર્વ ફોર્સના જવાનોથી ભરેલી એક બસને ટક્કર મારી હતી. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 40 જવાનો શહીદ થયા છે. આ ઘટનાની દેશભરમાં નિંદા થઈ રહી છે. બોલીવૂડ સેલેબ્સે પણ સોશ્યિલ મીડિયા પર પોતાનો ગુસ્સો અને દુ:ખ વ્યક્ત કર્યું છે.