અટિકામાં પરપ્રાંતીય મજૂરને કચડી મોત નિપજાવી નાસી છૂટેલો બાવાજી શખ્સ ઝડપાયો

રાજકોટ તા.14
શહેરના ઢેબર રોડ ઉપર અટિકા વિસ્તારમાંથી બે દિવસ પૂર્વે એક અજાણ્યા પરપ્રાંતીય યુવકનો કચડાયેલો મૃતદેહ મળી આવતા હત્યા થઇ હોવાની શંકાએ પોલીસ કાફલો દોડી ગયો: હતો પરંતુ તેનું કોઈ વાહન હડફેટે મોત થયું હોવાનું જાણવા મળતા ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી ખત્રી, ડીસીપી શૈની, એસીપી જાડેજાની સૂચનાથી ભક્તિનગર પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી એમ ધાખડા, ડી એન વાંઝા, એ વી પીપરોતર, મહેન્દ્રસિંહ ડોડીયા, રણજીતસિંહ પઢીયાર, વિક્રમભાઈ ગમારા, સલીમભાઇ મકરાણી, કિશોરભાઈ પરમાર, નિલેશભાઈ મકવાણા, હિરેનભાઈ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, ભાવેશભાઈ મકવાણા, હિતેષભાઇ અગ્રાવત, રાજેશભાઈ ગઢવી તથા દિગ્વિજય લાંગા સહિતના સ્ટાફે આઇવે પ્રોજેક્ટના સીસીટીવી ચેક કરતા બે ટ્રક પસાર થતા નજરે પડતા બંનેના નંબર લઈને ઈ ગુજકોપ મારફતે તપાસ કરતા બંને ટ્રક ભવનાથ પાર્કમાં રહેતા નિકુંજપરી ભરતપરી ગોસ્વામીના હોવાનું અને બંને ટ્રક તેનો ભાઈ કેવળ અને પિતરાઈ ભાઈ મયુર ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું જેથી બંનેને બોલાવી આકરી પૂછતાછ કરતા કેવલપરી ભરતપરી ગોસ્વામી ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત આપતા જણાવ્યું હતું કે તેણે ટ્રકમાં લોખંડ ભરી હેમ સ્ટીલના દરવાજા પાસે પાર્ક કરી હતી સવારે મેટોડા જીઆઈડીસીમાં માલ નાખવાનો હોવાથી ટ્રક રીવર્સમાં લેતા પાછળ સુતેલા યુવાન ઉપર ટ્રકના તોતિંગ વહીલ ફરી વળ્યાં હતા પોતે ગભરાઈ ગયો હોવાથી પોતાની ઉપ્પર શંકા ન જાય તે માટે મૃતદેહ બાજુમાં મૂકીને નાસી ગયો હતો પરંતુ અંતે પોલીસે દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.