કાલે ધોરાજીમાં ત્રણ લોકસભા બેઠકનું કલસ્ટર સંમેલન

  • કાલે ધોરાજીમાં ત્રણ લોકસભા બેઠકનું કલસ્ટર સંમેલન

રાજકોટ તા,14
કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ લોકસભાની આગામી ચૂંટણીના સંદર્ભમાં લોકસભાના કલસ્ટર પ્રમાણે ગુજરાતના તમામ જીલ્લાઓમાં સંમેલનોના આયોજનોના ભાગરૂપે રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા જામનગર, પોરબંદર અને જુનાગઢ લોકસભાનું નસરસ્વતિ વિદ્યાલય,ભુતવડ પાટિયા પાસે, જેતપુર રોડ, ધોરાજી ખાતે તા.15 ફેબ્રુઆરી,શુક્રવારના રોજ રાખવામાં આવેલ છે. તેમ રાજકોટ જીલ્લા ભાજપાના અધ્યક્ષ ડિ.કે.સખીયા તેમજ મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાની સંયુક્ત યાદીમાં જણાવે છે.
આ કલસ્ટર સંમેલન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષસ્થાને તેમજ આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી તથા ગુજરાત ચૂંટણી પ્રભારી ઓમજી માથુર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અથ કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તેમજ પ્રદેશ મહામંત્રી મનસુખભાઈ માંડવીયા અને ગુજરાત પ્રદેશ ભાજપા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી આવનારી 2019ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો જીતવા અંગેની રણનીતિ ઘડવા અંગેનું માર્ગદર્શન આપશે.
કલસ્ટર સંમેલનમાં લોકસભા સીટના પ્રભારી, ઇન્ચાર્જ- સહ-ઇન્ચાર્જ, સંપૂર્ણ લોકસભાસીટની જવાબદારી નિભાવતા લોકસભાસીટના વિસ્તારક, બૃહદ સંકલન સમિતિના સભ્યઓ, મંડલની ઉપરના તમામ પદાધિકારીઓ અને પ્રદેશ કારોબારી સભ્યઓ, મંડલના પદાધિકારીઓ, મંડલમાં ચૂંટણી લડેલા ઉમેદવારઓ (જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા), પ્રદેશ અને જીલ્લાના મોરચાના પદાધિકારીઓ, મંડલના મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ-પ્રભારી, મંડલમાં રહેતા લોકસભા તેમજ વિધાનસભા ચુંટણીના આઈ.ટી.સોશિયલ મિડિયા, લીગલ અને લાભાર્થી યોજનાના સંકલનકર્તા/ઇન્ચાર્જ, બોર્ડ-નિગમના પૂર્વ ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેક્ટરઓ, પૂર્વ સંસદસભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ, જી.પં., તા.પં. અને ન.પા.ના પૂર્વ પ્રમુખઓ, તાલુકા-જીલ્લા સહકારી ક્ષેત્રના ચેરમેન-વાઈસ ચેરમેન, કલસ્ટર સંમેલન જે સ્થળે યોજાવાનું છે તે સ્થાનિક જીલ્લાના તમામ બુથ પ્રમુખ અને મંત્રી સહીતના અપેક્ષિત આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહેશે.
કલસ્ટર સંમેલન પૂર્ણ થયા બાદ સંમેલનમાં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા તે જ સ્થળે અપેક્ષિત કાર્યકર્તાઓ જામનગર, પોરબંદર અને જુનાગઢ લોકસભાના સાંસદસભ્યઓ, ધારાસભ્યઓ, પ્રભારી, પ્રમુખ/મહામંત્રીઓ, વ્યવસ્થા સંચાલન સમિતિ , કેન્દ્ર અને પ્રદેશના પદાધિકારી સહીત અપેક્ષિત લોકોની બીજી બેઠક રાખવામાં આવેલ છે. કલસ્ટર સંમેલનમાં અપેક્ષિત કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતાએ અનુરોધ કરેલ છે.
15મીએ જામનગર, પોરબંદર અને જુનાગઢ લોકસભા વિસ્તારનુ કલસ્ટર શક્તિકેન્દ્ર સંમેલન ધોરાજી ખાતે યોજાશે
આ કલસ્ટર સંમેલન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી ઓમજી માથુર, પરસોત્તમભાઈ રૂપાલા, ભીખુભાઈ દલસાણીયા, મનસુખભાઈ માંડવીયા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ લોકસભાની આગામી ચૂંટણીના સંદર્ભમાં લોકસભાના કલસ્ટર પ્રમાણે ગુજરાતના તમામ જીલ્લાઓમાં સંમેલનોના આયોજનોના ભાગરૂપે રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા જામનગર, પોરબંદર અને જુનાગઢ લોકસભાનું નસરસ્વતિ વિદ્યાલય,ભુતવડ પાટિયા પાસે, જેતપુર રોડ, ધોરાજી ખાતે તા.15 ફેબ્રુઆરી,શુક્રવારના રોજ રાખવામાં આવેલ છે. તેમ રાજકોટ જીલ્લા ભાજપાના અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયા તેમજ મહામંત્રીશ્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાની સંયુક્ત યાદીમાં જણાવે છે.
આ કલસ્ટર સંમેલન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષસ્થાને તેમજ આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી તથા ગુજરાત ચૂંટણી પ્રભારીશ્રી ઓમજી માથુર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી અથ કેન્દ્રીયમંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા તેમજ પ્રદેશ મહામંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા અને ગુજરાત પ્રદેશ ભાજપા અગ્રણીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહી આવનારી 2019ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો જીતવા અંગેની રણનીતિ ઘડવા અંગેનું માર્ગદર્શન આપશે.
ઉપરોક્ત કલસ્ટર સંમેલનમાં લોકસભા સીટના પ્રભારીશ્રી, ઇન્ચાર્જશ્રી- સહ-ઇન્ચાર્જશ્રી, સંપૂર્ણ લોકસભાસીટની જવાબદારી નિભાવતા લોકસભાસીટના વિસ્તારક, બૃહદ સંકલન સમિતિના સભ્યશ્રીઓ, મંડલની ઉપરના તમામ પદાધિકારીશ્રીઓ અને પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓ, મંડલના પદાધિકારીશ્રીઓ, મંડલમાં ચૂંટણી લડેલા ઉમેદવારશ્રીઓ (જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા), પ્રદેશ અને જીલ્લાના મોરચાના પદાધિકારીશ્રીઓ, મંડલના મોરચાના પ્રમુખશ્રી-મહામંત્રીશ્રીઓ, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જશ્રી-પ્રભારીશ્રી, મંડલમાં રહેતા લોકસભા તેમજ વિધાનસભા ચુંટણીના આઈ.ટી.સોશિયલ મિડિયા, લીગલ અને લાભાર્થી યોજનાના સંકલનકર્તાશ્રી/ઇન્ચાર્જશ્રી, બોર્ડ-નિગમના પૂર્વ ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેક્ટરશ્રીઓ, પૂર્વ સંસદસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જી.પં., તા.પં. અને ન.પા.ના પૂર્વ પ્રમુખશ્રીઓ, તાલુકા-જીલ્લા સહકારી ક્ષેત્રના ચેરમેનશ્રી-વાઈસ ચેરમેનશ્રી, કલસ્ટર સંમેલન જે સ્થળે યોજાવાનું છે તે સ્થાનિક જીલ્લાના તમામ બુથ પ્રમુખ અને મંત્રી સહીતના અપેક્ષિત આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહેશે.
ઉપરાંત કલસ્ટર સંમેલન પૂર્ણ થયા બાદ સંમેલનમાં ઉપસ્થિત અગ્રણીશ્રીઓ દ્વારા તે જ સ્થળે નીચે દર્શાવેલ અપેક્ષિત કાર્યકર્તાઓ જામનગર, પોરબંદર અને જુનાગઢ લોકસભાના સાંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રભારીશ્રી, પ્રમુખ/મહામંત્રીશ્રીઓ, વ્યવસ્થા સંચાલન સમિતિ , કેન્દ્ર અને પ્રદેશના પદાધિકારી સહીત અપેક્ષિત લોકોની બીજી બેઠક રાખવામાં આવેલ છે.
ઉપરોક્ત કલસ્ટર સંમેલનમાં અપેક્ષિત કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતાએ અનુરોધ કરેલ છે.