"તું મારી નહિ તો કોઈની નહીં કહી જીવતી સળગાવતા દાઝેલા તાંત્રિકનું મોત

રાજકોટ તા.14
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાળી ટીલી લગાડતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે કાલાવડ રોડ ઉપર મહાકાલ કાળભૈરવ મંદિરના તાંત્રિકે પરિચયમાં રહેલ પરિણીતાને મંદિર સાફ કરવાનું કહી પરાણે રિક્ષામાં લઇ જઈ ત્યાં લગ્ન નહિ કરે તો જીવતી સળગાવી નાખીશ તેવી ધમકી આપી પરિણીતા તાબે નહિ થતા તાંત્રિકે પ તું મારી નહિ તો કોઈની નહિ પ તેવું કહી કેરોસીન છાંટી જીવતી સળગાવી નાખતા પોતે પણ દાઝ્યો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જયારે પરિણીતા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હોય યુનિવર્સીટી પોલીસે હત્યાની કોશિષ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો પરંતુ આરોપીનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે પુજારીના મોતથી બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે
શહેરમાં ચકચાર જગાવનાર ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ધોરાજીની અને હાલ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી અને ઘરકામ કરતી પૂનમબેન દિનેશભાઇ પરમાર નામની 35 વર્ષીય પરિણીતા મોટા મૌવામાં આવેલ મહાકાલ કાળભૈરવ મંદિરે દાજી ગઈ હોય ત્યાંથી તેને જોની નામના શખ્સે સાધુ વાસવાણી રોડ ઉપર શાંતિ હોસ્પિટલમાં દાખલ કરી ભાઈ પ્રકાશને જાણ કરતા તેને સિવિલ હોસ્પિટલે ગંભીર હાલતમાં ખસેડવામાં આવી હતી ત્યાં તેણી 95 % દાજી ગઈ હોવાનું તબીબોએ જણાવ્યું હતું સમગ્ર બનાવ અકસ્માતનો નહિ પરંતુ તેણીને જીવતી સળગાવી નાખી હોવાનું તેણીએ જણાવતા પરિવારજનો પણ ચોકી ઉઠ્યા હતા તેણીએ આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે તેણી દોઢેક વર્ષ પૂર્વે મહાકાલ મંદિરના અઘોર તાંત્રિક રોનક ઉર્ફે બોની અરવિંદભાઈ પરમાર જાતે કુંભાર જે ભવાનીનગરમાં રહે છે અને ભંગારનો ડેલો ધરાવે છે ત્યાં કામ કરતી હતી પરંતુ તેની ચાલ ચલણ સારા નહિ હોવાથી તેણીએ ત્યાં કામ મૂકી દીધું હતું તેમ છતાં બોની હેરાન કરતો હતો તેણી છેલ્લા દોઢેક મહિનાથી નજીકમાં આવેલ લોર્ડ્સ હોટલમાં અને જુદા જુદા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી બુધવારે બપોરે બોનીએ ફોન કરીને મંદિરમાં હવન કરવાનો હોવાથી મંદિર સાફ કરવા માટે ફોન કર્યો હતો પરંતુ તેને ના પાડતા તે દોઢ વાગ્યે હોટલના કામેથી છૂટી ત્યારે રીક્ષા લઈને આવ્યો હતો અને પરાણે બદકામના ઇરાદે મંદિરે લઇ ગયો હતો અને બે દીકરી અને પતિને મારી નાખવાની ધમકી આપી શારીરિક અડપલાં કર્યા હતા તેમજ તું મારી સાથે લગ્ન કર નહિ તો તને જીવતી સળગાવી નાખીસ તેવી ધમકી આપી હતી તેમ છતાં પૂનમ તાબે નહિ થતા બોનીએ પ તું મારી નહિ તો કોઈની નહિ પ તેવુ કહી કેરોસીન છાંટી જીવતી સળગાવી નાખી હતી ત્યારે બોની પણ દાજી ગયો હતો આ અંગે બોનીએ તેના ભાઈ સતીશ ઉર્ફે જોનીને ફોન કરતા તે દોડી ગયો હતો અને તેણે બંનેને સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ શાંતિ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાંથી પરિવારજનો પૂનમને સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા.
ઘટનાને પગલે ડીસીપી જાડેજા, એસીપી, યુનિવર્સીટી પીઆઇ બી બી ગોયલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને રોનક પરમાર સામે હત્યાની કોશિષ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ સવારે બોની પણ ગંભીર રીતે દાઝી ગયો હોય તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું ધરાર પ્રેમ પામવા માટે તાંત્રિક ન કરવાનું કરી બેઠો જેને લીધે સુખી સંપન્ન પરિવાર વેરવિખેર થઇ ગયું છે તો બીજી તરફ પરિણીતા પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.