રાજકોટમાં ધૂમ્મસ છવાયું; ઉનાળાનો પ્રારંભ

સૌરાષ્ટ્ર-કચ્છના હવામાનમાં બદલાવ: બે દિવસથી ઠંડી ગાયબ રાજકોટ તા.14
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર - કચ્છના હવામાનમાં ધરખમ ફેરફાર નોંધાયા છે. બે દિવસથી અચાનક ઠંડી ગાયબ થઈ ગયા બાદ આજે વ્હેલી સવારે ધુમ્મસની ચાદર છવાતા વાતાવરણ આહલાક બની ગયુ હતું. દરમિયાન આજે તાપમાનનો પારો ઉંચે ચડતા ઉનાળાનું ધીમ પગલે આગમન થઈ ગયું હોવાના એંધાણ મળી રહ્યા છે. આજે રાજકોટ, પોરબંદર, વેરાવળ, અમરેલી, દિવ સહિતના શહેરોમાં ધુમ્મસ છવાતા વાતાવરણ આહલાદક બની ગયુ હતું. ધુમ્મસના પગલે હવમાં ભેજનું પ્રમાણ વધી જતા ઠંડી ગાયબ થઈ ગઈ હતી. ઉપરાંત પારો પણ ત્રણથી પાંચ ડીગ્રી સુધી ઉંચે પડી ગયો હતો.
રાજકોટ શહેરમાં આજે ધુમ્મસની ચાદર છવાઈ હતી. હવમાં ભેજનું પ્રમાણ 90 ટકા સુધી પહોંચી જતા વાહન ચાલકોને વ્હેલી સવારે વાહન ચલાવવામાં ભારે અગવડ પહોંચી હતી. ઉપરાંત ધુમ્મસના કારણે રોડ-રસ્તા ભીના થઈ ગયા હતા. રાજકોટ શહેરનું લઘુતમ તાપમાન 15.5 ડીગ્રી નોંધાયુ હતું. જ્યારે પ્રતિકલાક 12 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.
સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે ભાવનગરનું લઘુતમ તાપમાન 18.6, પોરબંદરનું 16.1, વેરાવળમાં 18.8, દ્વારકામાં 17, ઓખામાં 19.5, ભુજમાં 15, નલિયામાં 10.6, સુરેન્દ્રનગરમાં 16.3, કંડલામાં 13.8, અમરેલીમાં 17, મહુવામાં 14.2, દિવમાં 17.8 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. સૌરાષ્ટ્ર - કચ્છમાં ધીમા પગલે ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે. ગઈકાલે મોટા ભાગના શહેરોનું મહતમ તાપમાન 25થી 35 ડીગ્રી નોંધાયુ હતું. સોરઠવાસીઓ છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીથી રાહત અનુભવી રહ્યા છે. તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં ઘટાડો થયો છે. આજે જૂનાગઢનું મહત્તમ તાપમાન 19.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી તથા વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 ટકા નોંધાયુ છે તેમજ પવનની ઝડપ 5.2 કિ.મી.ની રહેવા પામી છે. આ ઉપરાંત ગિરનાર પર્વન ઉપર તાપમાન 12.5 ડિગ્રી નોંધાયુ છે.