વોર્ડ નં.8,14,11 અને 12માં રૂા. 62.78 કરોડના ખર્ચે વોટર વર્કસના કામોનું ખાતમુહૂર્ત

છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધા આપવા શાસક પક્ષ કટીબધ્ધ: મેયર રાજકોટ તા,14
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વોર્ડ નં. 14,11,12 તથા વોર્ડ નં.8માં 62.78 કરોડના ખર્ચે વોટર વર્કસના જુદા જુદા કામોનું ખાતમુહુર્ત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામા આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા અનુસુચીત જાતી મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વી.આર. કથીરીયા, ડે. કમિશ્નર જાડેજા, પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, વોટર વર્કસ કમીટી ચેરમેન દેવરાજભાઇ મકવાણા (બાબુભાઇ આહીર), બાંધકામ કમીટી ચેરમેન મનીષભાઇ રાદડીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, મહેશભાઇ રાઠોડ, કોર્પોરેટર રાજુભાઇ અઘેરા, વિજયાબેન વાછાણી, વર્ષાબેન રાણપરા, વોર્ડ નં.8ના પ્રભારી નીતીનભાઇ ભુત, પ્રમુખ વી.એમ. પટેલ, મહામંત્રી રમેશભાઇ ચાવડીયા, કાથડભાઇ ડાંગર, વોર્ડ ન.7ના પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા તેમજ કોર્પોરેટરઓ, આગેવાનઓ તથા આ વિસ્તારના બહોળી સંખ્યામા ભાઇઓ બહેનો ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે વિકાસ માટે માળખાકીય સુવિધાઓ આવશ્યક છે. રાજય સરકાર જે વિસ્તારમાઁ માળખાકીય સુવિધાઓ ખૂટતી હોય કે બાકી હોય તેની પૂર્તિ કરવા કટીબધ્ધ છે અને સ્થાનિક સ્તરે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આજે તા.13/2/2019ના રોજ રૂા.62.78 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહુર્તથી તેની પણ આ કટીબધ્ધતા દ્રષ્ટિગોચર થાય છે. આપણે જાણીએ છીએ કે માળખાકીય સુવિધાઓમાં પણ સૌથી મહત્વનો પ્રશ્ર્ન પાણીનો હોય છે. ભુતકાળમાં ગામડાઓમાં નાના સેન્ટરોમા ટેન્કરો દ્વાર પીવાનું પાણી આપવામા આવતુ હતુ. સને 1995ની ભાજપ સરકાર રચાયા બાદ જળ સંચય યોજનાઓ, સરદાર સરોવર યોજનાના બાકી રહેતા કામો વિગેરેને વેગ આપી આજે ભાજપ સરકારે રાજયને ટેન્કરમુકત બનાવેલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારનું સ્વપ્ન છે કે રાજયમાં કોઇ પાણી વગરનું ન રહે. ગરીબો અને મધ્યમવર્ગના માનવીને નજર સમક્ષ રાખી, સરકાર અનેક પ્રકારના લોકહિતના નિર્ણયો કરી રહી છે. જેના માધ્યમથી રાજયના તમામ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ અવિરત મળી રહી છે. માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બને એટલે તે વિસ્તારનો વિકાસ આપોઆપ થાય છે.
વિશેષમાં મંત્રીએ જણાવેલ કે, ગુજરાતમાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના અને માં અમૃતમ / વાત્સલ્ય યોજના સામાન્ય કુટુંબને ધ્યાનમાં રાખીને અમલી બનાવવમા આવેલ છે. જે ગરીબો માટે આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. તાજેતરમાં રાજય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમછટ યોજાઈ હત. એમ કહી શકાય કે સમગ્ર વિશ્ર્વ ગુજરાત ભણી આવી રહ્યું છે. બહારના લોકો એવો મત પ્રગટ કરતા હતા કે ગુજરાતમાં શ્રેષ્ઠઈન્ફ્રાસ્ટ્રકચર જોવા મળે છે. જેના કારણે ઉદ્યોગપતિઓ વધુને વધુ મુડી રોકાણ કરવા પ્રેરાય છે. અને પરિણામે ગુજરાતમાં રોજગારીની તકો વધી રહી છે. સરદાર સરોવર ખાતે 182 મીટરની ઉંચાઈના સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ અનુસંધાને રાજયમાં સરદાર પટેલના વિચારોના પ્રસાર માટે રાજયભરમાં 10 હજાર ગામોમાં 64 રથનું પરિભ્રમણ કરવામા આવેલ. આ રથોમા સરદાર પટેલની પ્રતિમા રાખવામા આવેલ રાજયના મુખ્યમંત્રી રૂપાણીએ આ પ્રતિમાનીસ્મૃતિ કાયમ ચિરંજીવી રહે તે માટે તમામ યુનિવર્સિટીઓમાં સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય કેરલ જે અંતર્ગત આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રતિમાનું અનાવરણ કરેલ છે.
આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્યે જણાવેલ કે રાજકોટ મહાનગરપાલીકાના ભાજપના શાસનમા છેવાડાના માનવી સુધી મુળભુત સુવિધાઓ જેવી કે રસ્તા, ગટર, લાઈટ, પાણી ડ્રેનેજ વિગેરે પુરી પાડવા માટે સંકલ્પબધ્ધ છે. નવા ભળેલ વિસ્તારો કોઠારીયા, વાવડીમાં પ્રાથમિક સુવિધાઓ માટે કરોડો રૂપિયાના કામો કરેલ છે. આજે પણ વાવડી વિસ્તારમાં પાણીના તેમજ અન્ય વોર્ડ માટેના રૂા.62.78 કરોડના કામોનુ ખાતમુહુર્ત કરવામા: આવેલ છે.