ડો.આંબેડકર સ્મારકના લોકાર્પણમાં વશરામ સાગઠિયાનો વિરોધ

કમિટીએ સૂચવેલા કામો અધુરા રહેતા સભ્યોમાં રોષ, કાર્યક્રમનો વિરોધ રાજકોટ તા,14
રાજકોટ શહેરના જીલ્લા ગાર્ડન ખાતે નવનિમિત ડો.આંબેડકર સ્મારક ભવનનુ આજરોજ મહાપાલિકા દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ ત્યારે મંચ ઉપરથી અગ્રણી ગૌતમભાઈએ ભાજપના વખાણ કરી પ્રચાર કરવાનો પ્રયાસ કરતા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ કાર્યક્રમનો વિરોધ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું.
વશરામભાઇ સાગઠીયાએ કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રગટ કરી જણાવેલ કે છ સભ્યોની કમિટીએ સૂચવેલા એક પણ કામ થયા નથી જ્યારે શાસક પક્ષ દ્વારા ભાજપનો પ્રચાર થાય તેવું પ્રવચન કરવામાં આવ્યુ તેથી તેની સામે મારો વિરોધ છે.
આજરોજ ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરના સ્મારક અને લાયબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે તેમનો ફોટો નહી મુકતા દલીત સમાજ દ્વારા આ કાર્યક્રમનો વિરોધ સ્થળ ઉપર થયો ત્યારે વશરામભાઇ અંદર પડી સમાધાન કરાવ્યું અને સમાજની માફી માંગી કે કોર્પોરશેનની ભૂલ થઇ છે. તેમ છતાં હાજર રહેલ ભાજપના શાસકો એક પણ શબ્દો બોલ્યા નહી પછી સંમારંભના અધ્યક્ષ સ્થાનેથી જે ભાઇ ઉભા થયા તેણે બાબાસાહેબના જન્મસ્થળ-શિક્ષણસ્થળ, મૃત્યુસ્થળ સહિતના તમામ મુખ્ય પાંચ સ્થળોએ ભાજપે બનાવ્યા છે તેવા શબ્દોનો ઉલ્લેખ કરતા અમારે ના છુટકે ઉભા થઇ વિરોધ કરવો પડય્ો કે ભાજપનો જન્મ નહોતો ત્યારે આ સ્થળોનો વિકાસ કોંગ્રેસે કર્યો હતો કોંગ્રેસે જ ડો.બાબાસાહેબને કાયદાપ્રધાન બનાવ્યા હતાં તમારી માતૃસંસ્થાતો તે વખતે પણ મનુવાદી હતી અને મનુસ્મૃતી લાવવા માંગતી તે તમારે ના ભુલવું જોઇએ અને દેશ આઝાદ કરવા માટે જ કોંગ્રેસ પક્ષની સ્થાપના થઇ હતી તે પણ ન ભુલવું જોઇએ આવા શબ્દો બોલતા સભા અધ્યક્ષ પોતાનું ભાજપનું ભાષણ સંકેલવુ પડ્યું અને શહીદોની વાતો કરવી પડી કારણે કે તેમના પક્ષનો જન્મ 1980માં થયો છે. ત્યારે તો આ તમામ સ્થળોનો વિકાસ થઇ ચુક્યો હતો.
હાલ બંધારણ ઉપર જોખમ છે આરએસએસ વડા એ કહેલ બંધારણ દરયિામાં ફેંકી દેવું છે. અને તેથી જ આજની સરકાર સ્વધીન સંસ્થાઓ ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી રહી છે. અને બંધારણને નુકશાન કરી રહી છે. તેના વારસદારો આંબેડકર સાહેબના નામે ચરી ખાવા નિકળ્યા છે તેનો અમારો વિરોધ હતો. ફોટો ન હોતા મૂક્યો અને જ્યારે મૂક્યો ત્યારે વિજય રૂપાણીની નીચે નાનાકદનાં મુકી આંબેડકર સાહેબનું અપમાન કર્યું તે દલિત સમાજ ક્યારેય સાખી નહી લે અને કમિશનરે બાકી રહેતું કામ જલ્દીથી પુરુ કરવાની ખાત્રી પણ આપી હતી હાજર લોકોએ ભાજપના હોવા છતાં મારી વાત સ્વીકારી હતી. જો બાકી કામો આગામી દિવસોમાં નહી થાય તો જનઆંદોલન થશે તેની જવાબદારી પણ ભાજપનાં શાશકોની રહેશે.