જીવનના સાચા પાઠ શીખવનાર માતાનું પૂજન

રાજકોટ તા.14
રાજકોટના હાર્દ સમા વિસ્તાર કરણસિંહજી મેઈનરોડ પર આવેલ શહેરની પ્રતિષ્ઠિત એવી ચાણકય વિદ્યામંદિરમાં ઉજવાયો માતૃવંદના કાર્યક્રમ. આપણો ભારત દેશ સર્વેને દૂધમાં સાકર ભળે તેમ અપનાવી લે છે. ત્યારે રશિયન સંત વેલેન્ટાઈનની યાદમાં ઉજવાતો વેલેન્ટાઈન ડે કેમ નહિ ?
ચાણકય વિદ્યામંદિર સતત વિદ્યાર્થીઓમાં જ્ઞાન સાથે સંસ્કારનું સિંચન કરવાના પ્રયત્નો કરતી રહે છે. આ જ પ્રણાલીને આગળ વધારતા શાળાએ અનોખી રીતે બાળકોને આ ડે ઉજવવાની પ્રેરણા આપી શાળાના ધોરણ-6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે હવે સમાજને ઓળખતા શીખે છે તેમાંથી સારું અને નરસું ગ્રહણ કરે છે. તેમને આ જગતમાં લાવનાર માતા પ્રત્યે તેમનું ઋણ અમૂલ્ય છે તો આજરોજ વિદ્યાર્થીઓએ પોતાની માતા કે જે તેમનો પહેલો ગુરૂ પણ છે અને હરહંમેશ તેની દરેક મુસિબતોથી ઉગારે છે અને જીવનના સાચા પાઠ શીખવે છે તેવા પૃથ્વી પર ભગવાનના સ્વરૂપ સમાન માતાનું દરેક વિદ્યાર્થીએ વિધિવત્ત રીતે પૂજન કરી તેમનો આભાર વ્યકત કર્યો હતો. તેમજ આજસુધી કરેલ ભૂલોની ક્ષમા યાચના કરી હતી.
પૂજનના અંતે દરેક માતા-બાળક એકબીજાને ભેટીને એકબીજાની ભૂલોને માફ કરીને નવી શરૂઆત કરી હતી આ સમયે શાળામાં અનેરૂ વાતાવરણ સર્જાયુ હતું. આમ શાળા દ્વારા યોજાયેલ વેલેન્ટાઈન ડેના દિવસે માતૃવંદના કાર્યક્રમ સફળ થયો હતો. આ સમગ્ર કાર્યક્રમ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણભાઈ રૂપાણી તથા આચાર્ય રશ્મિબેન બગથરિયાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ઉજવાયો હતો તેમજ શાળાના શિક્ષકો આશાબેન ગોહેલ, કેમિનાબેન નિનામા, મનીષાબેન પરમાર તેમજ મોહિનીબેન બુંદેલાએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ પરિપૂર્ણ કર્યો હતો.