RTE પ્રચાર-પ્રસાર માટે શનિવારે વાલી માર્ગદર્શન કેમ્પ

ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા રાજકોટમાં 31 હજાર ફોર્મ ભરાયા રાજકોટ તા.14
આવતા વર્ષેે ધો.1માં પ્રવેશ મેળવનાર ભુલકાઓ અને વાલીઓના વ્હારે ગુજરાત એજયુકેશન કમિટીના કાર્યકર્તાઓ, આર.ટી.ઈ. કાયદાની જાણકારી મેળવી, માહિતગાર થઈ આપના બાળકને નજદીકની ખાનગી સ્કૂલમાં મફત પ્રવેશ મેળવો. આ કાયદો 2009માં બન્યો, જેની સતત રજૂઆત કરી, પાંચમાં વર્ષેે 2014માં ગુજરાત સરકાર પાસે અમલીકરણ કરાવ્યું. ગરીબ-પછાત સમાજના લોકોની પ્રગતિ, ઉન્નતિ અને સર્વાંગી વિકાસ માટે આપણને પછાત સમાજને શિક્ષિત અને બાહોશ યુવા વર્ગની જરૂરિયાત આવતીકાલે પડશે. આજના યુવા એ આવતીકાલ છે અને આજના નાના ભૂલકાઓ અને બાળકો આવનારા વર્ષનું ભવિષ્ય છે. આર.ટી.ઈ. પ્રચાર-પ્રસાર માટે વાલી માર્ગદર્શન કેમ્પનું તા.16/2/2019 શનિવારે સાંજે 4 થી 7 સુગમ બુધ્ધ વિહાર, ડો. આંબેડકર હોલ પાછળ, મોદી સ્કૂલ પાસે, હેમુ ગઢવી હોલ-રેલ્વે ટ્રેકની પાછળ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.
કમિટીના કાર્યને કારણે વાલીઓએ જાગુત થઈ. પોતાના વહાલા બાળાકોને આ મુજબ ખાનગી શાળામાં પ્રવેશ અપાવી શકયા. શૈક્ષણિક વર્ષ 2018-19, શૈ. વર્ષ 2017-18, શૈ. વર્ષ 2016-17 અને શૈ. વર્ષ 2015-16ના પ્રવેેશ માટે અનુક્રમે ગુજરાત 124000, 82200, 47760 અને 31000 - કુલ ફોર્મ 2,84,960 ફોર્મ અને રાજકોટ શહેર 10,411, 8200, 7800 અને 5100-કુલ ફોર્મ 31,511 ફોર્મ ભરાયાં અને આ બાળકો પ્રવેશ મેળવી શકયા.
આ કાર્યક્રમને સફળ બનાવવા અધ્યક્ષ વિપુલભાઈ જાદવ, કાર્યકારી અધ્યક્ષ મોહનભાઈ સોનેગ્રા, પ્રદેશ પ્રમુખ મનીષકુમાર ઓડેદરા, ઉપપ્રમુખ મેરામણભાઈ ગંભીર, મહામંત્રી ગફારભાઈ પત્તાણી, મહામંત્રી મનીષભાઈ સાગઠિયા, સંગઠન મંત્રી પ્રવિણભાઈ વેગડ, અરવિંદભાઈ સરવૈયા, દિનેશભાઈ પ્રજાપતિ, નરેશભાઈ પરમાર, યુનુસભાઈ બેલીમ, સોમરાજભાઈ હેરમા, દિપકભાઈ કાપડીયા વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ ગુજરાત મિરરની મુલાકાતે આવેલા કમિટિના હોદ્દદારોએ જણાવ્યું હતું.