રાજકોટનો પ્રીત કામાણી હિન્દી ફિલ્મ ‘હમચાર’માં લીડ રોલમાં

રાજકોટ તા,14
રાજકોટનો ગુજરાતી યુવાન પ્રીત કમાણી બોલીવૂડમાં સુંદર પ્રતિભા ધરાવતો અને એક નવીનતમ સ્ટાર ડમને આંબી શકે તેવો પ્રતિભાશાળી કલાકાર ફ્રેન્ડશીપ આધારિત ફિલ્મ ‘હમચાર’મા મહત્વની ભૂમિકા ભજવી છે.
પ્રીત કામાણી, તમે એને કરણ જોહરના સ્ટાર પલ્સ ઉપર પ્રસારિત થયેલ ઈન્ટરનેશનલ શો ‘દિલ હૈ હિન્દુસ્તાની’ સીઝન-1માં અને એ.આર.રહેમાન સાથે યુટ્યુબ ઉપર પ્રથમ શો ‘એરાઈવ્ડ’ને હોસ્ટ કરતો જોયો હશે ઉપરાંત ફકત 24 વર્ષનો આપણો ગુજરાતી યુવાન પ્રીતને તમે રોજ-બરોજ અનેક એડ ફિલ્મોમાં જોતા જ હશો તેમાં ખાસ કરીને મોસ્ટ ફેવરિટ બ્રાન્ડ કેડબરી, વોડાફોન, સેન્ટરફ્રેશ, મેગી હીરો સ્કુટર, એપલ આઈ ફોન, સેમસંગ, મારુતિ અલ્ટો જેવી આશરે 125થી પણ વધારે એડ ફિલ્મોમાં છેલ્લા 14 વર્ષથી મુખ્ય ભૂમિકા કરતો આવ્યો છે.
પ્રીતની જન્મભૂમિ રાજકોટ છે અને કર્મભૂમિ મુંબઈ છે. ટાટા સ્કાયની કાશ્મીરી લવ સ્ટોરી વાળી એડ યાદ જ હશે જે 13 ભાગમાં બની હતી અને લોકોને બહુ પસંદ પડી હતી. આ એ જ પ્રીત છે જે ભારતના અન્ય એક મોટા બેનર યશરાજ ફિલમ્સની પ્રખ્યાત કાસ્ટિંગ ડાયકેરટર શાનુ શર્માના ધ્યાનમાં આવી ગયો અને એનુ ડાન્સ, એક્ટિંગ અને અન્ય સ્કીલનો ટેસ્ટ લઈને શાનુની સ્માર્ટ આંખે પારખી લીધો અને એક સાથે 3 ફિલ્મનો કોનટ્રાકટ સાઈન કરાવી લીધો સાથે સાથે પ્રીતનું ટેલેન્ટ મેનેજમેન્ટ સાંભળવાની જવાબદારી પણ યશરાજ ફિલ્મ્સે ઉપાડી છે. આ સમય દરમિયાન પ્રીતનું બેન્ડ ‘જમ્બો જટ્ટસ’ પણ ‘યુ ટયુબ’ ઉપર જમાવટ લઈ રહ્યું હતુ અને યુવા લોકોને ખુબ પસંદ આવ્યું.
પ્રીતની મજાની વાત એ છે કે પોતે હાર્ડ વર્કિંગ વ્યક્તિ છે અને જે નકકી કરે તેને પુરા આત્મ વિશ્ર્વાસ સાથે આત્મવિશ્ર્વાસ આત્મસાત કરીને જ જપે પરિણામે અનેક ડાયરેકટર્સનો પ્રિય બનવા લાગ્યો અને સામેથી નવી નવી ઓફર આવવા લાગી જેવી વણઝાર હજી પણ સતત ચાલુ જ છે. સ્વભાવે ખુબ મળતાવડો, વિનયી અને કામને પ્રામાણિકતા પૂર્વક ન્યાય આપવાના સંસ્કારને લીધે અનેક લોકોમાં પ્રિય બન્યો છે અને બહોળી મિત્ર વર્તુળ ધરાવતા આ કુટડા યુવાને એક્ટિંગને કેરિયર બનાવી એટલુ જ નહી પ્રીત ભણવામાં પણ અવ્વલ નંબ્ર હાંસલ કર્યા છે.
અભ્યાસ કરતા કરતા પોતાની એડ ફિલ્મો કરવાની ચાલુ જ રાખી ઉપરાંત પિતાના વ્યવસાયમાં એડ ફિલ્મો લખીને ડિરેકશન પણ 20 વર્ષની ઉંમરથી શરુ કરી દીધું હતું આ દરમિયાન ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયાની સ્વચ્છ ભારત અભિયાન વિશેની એડ ફિલ્મ સ્પધામા ભાગ લિધો અને તેમાં પ્રીતે લખેલ અને ડિરેકટર કરેલ ફિલ્મ ‘તો કબ’ માટે કોન્સોલેશન એકસેલન્સ પ્રાઈઝથી દિલ્હીમાં આમંત્રણ આપીને નવાજવામાં આવ્યો.
હવે થોડું ફિલ્મ હમ યાર વિષે જોઈએ તો રાજશ્રી હંમેશા એકદમ સ્વચ્છ અને પારિવારિક ફિલ્મો બનાવવા માટે જાણીતું નામ છે. છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા ઉપર અને ટેલિવિઝન અને સિનેમા ઘરોમાં આ ફિલ્મોનું ટ્રેઝલર અને ગીતો સાંભળતા મળી રહ્યા છે ત્યારે આ ફિલ્મમાં કુલ 4 નવા ચહેરા લોન્ચ થઈ રહ્યા છે. ઓલિયા તુમ ઐસી કયો હતો, મનમીન મેરે જેવા દમદાર ગીતો લોકોના હૃદયમાં અંકિત થઈ ચુકયા છે. આતીફ અસ્લમ અને મોહિત ચૌહાણ જેવા પ્રખ્યાત ગાયકોએ પોતાની ગાયકી આપીને ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા છે. આ ફિલ્મ સ્ટુડન્ટ લવ સ્ટોરી પણ ડેડીકેટેડ લવ બતાડવામાં આવ્યો છે અને ફિલ્મનું નેરેશન પણ પ્રીત કામાણી ના અવાજમાં કરવામાં આવ્યુ છે. જુના મિત્રો તાજા થાય અને નવા મિત્રોની અહેમિયત વિષે પ્રકાશ પાડતી આ ફિલ્મ જોવી જ પડશે.