પ્રેમમાં ચાલ ને ચકચૂર થઇ ચાલ્યા કરીએ, સૂર્યની આંખે અજબ નૂર થઇ ચાલ્યા કરીએ...

ગીતમાં એમ કહેવાયું છે કે, ‘પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ડર, ચાલ ભગવાનને મંજૂર થઇ ચાલ્યા કરીએ...’ પ્રેમની અભિવ્યક્તિના પર્વ એવા વેલેન્ટાઇન્સ-ડે પર આવા જ થોડા દૃશ્યો જોવા મળ્યા હતા. પ્રેમના પર્વની રાજકોટમાં યુવા હૈયાઓએ અનોખી પ્રેમભરી ઉજવણી કરી હતી. ગાર્ડનમાં યુવાહૈયાઓ હાથમાં હાથ નાંખી પ્રેમની આપલે કરી હતી. પ્રેમ, લવ, ઈશ્ક, મોહબ્બત, પ્યાર, ચાહત નામ ગમે તે આપો પણ આજના દિવસે પ્રેમીપંખીડાઓ પોતાના એકબીજાની ચાહતમાં મગ્ન હતા. બગીચાઓમાં પ્રેમ
યુગલો ‘પ્રેમ’ના પર્વના પવિત્ર દિવસે મશગુલ બની ગયા
હતા. ગિફટની આપ-લે પણ કરી હતી ગિફટ શોપમાં સવારથી જ ખરીદીનો માહોલ જામ્યો હતો. આજે શહેરમાં વેલેન્ટાઈન - ડે પર્વની ઉજવણી જોવા મળી હતી.
(તસવીર: રવિ ગોંડલિયા)