4 મિલકત સીલ, ત્રણના નળજોડાણ કાપી નંખાયા

 34 આસામીઓએ તાબડતોબ 33.76 લાખનો બાકી વેરો ભરી દીધો: નવ આસામીઓને જપ્તીની નોટિસ
રાજકોટ: મહાપાલિકાનો મિલકત વેરો નહી ભરતા આસામીઓ સામે સીલીંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમાં આજે ચાર મિલ્કતને સીલ કરવામાં આવી છે. જ્યારે વેરો નહી ભરતા ત્રણ મકાનના નળજોડાણ કાપી નાંખવામાં આવ્યા છે. સીલીંગની કાર્યવાહી થતા જ 34 આસામીઓએ કુલ33.76 લાખનો વેરો ભરપાઇ કર્યો છે. જ્યારે નવ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ 1-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.1,56,000/-, રેવન્યુ સોસાયટીમાં 3 મકાનના બાકી માંગણા સામે નળ-કનેકશન કપાત કરેલ. જાગનાથ પ્લોટમાં 2 રેહેણાંક યુનિટને બાકી માંગણા સામે નોટીસ આપેલ, જાગનાથ પ્લોટમાં આવેલ અક્ષરતીર્થ એપાર્ટમેન્ટ માં 1 યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.91,162/- ફુલવાલા ચેમ્બર માં સેક્ધડ ફ્લોર શોપ નં.-13 ના યુનિટના સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1,32,000/- કરવામાં આવેલ છે.
ગોંડલ રોડ પર આવેલ 1- કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.60,322/-, મારૂતી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.96,933/- ઉમાકાંત પંડિત ઉધોગનગર માં 1 યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1,40,989/- અંબાજી કડવા પ્લોટમાં 3- યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.2,12,000/-કરવામાં આવેલ છે. પરમેશ્વર ઇન્સસ્ટ્રીયલ એરીયામાં આવેલ મહેશ્વર એન્જીનીયરીંગ યુનિટ ના બાકી માંગણા સામે રીકવારી રૂ.,93,900/- વિરાટનગર મેઇન રોડ પર આવેલ 1 કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.56,000/- અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં 1 કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.1,48,000/- કરવામાં આવેલ છે. કુલ 4-યુનિટને સીલ મારેલ, 3-મકાનના નળકનેકશન કપાત કરી, 9-યુનિટ ને નોટીસ આપેલ છે. તેમજ રૂ.11,26,984/-ની રિકવરી કરવામાં આવેલ છે. જ્યારે વેસ્ટઝોનમાં આજે છ આસામીઓની મિલ્કત જપ્તીની નોટિસ ફટકારતા તમામ આસામીઓએ કુલ 12 લાખનો વેરો ભરી દીધો હતો જ્યારે પૂર્વઝોનમાં 28 આસામીઓ પાસેથી કુલ 9.50 લાખની રિકવરી કરવામાં આવી છે.