ધો.10,12ની પરીક્ષાની હોલ ટિકિટનું તા.28મીથી વિતરણ

જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ
રાજકોટ તા.14
આગામી તા.7મી માર્ચથી ધો.10 અને 12ની બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થશે જેને હવે ગણતરીના દિવસો બાકી હોય શિક્ષણ વિભાગ દ્વારા તૈયારી ચાલી રહી છે ત્યારે
પરિક્ષા માટેની મહત્વની ગણાતી હોલ ટીકીટનું રાજકોટ જિલ્લામાં તા.28 ફેબ્રુઆરીથી વિતરણ કરવામાં આવશે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સુત્રમાંથી મળતી માહિતી મુજબ ધો.10,12ની પરિક્ષા આગામી તા.7 માર્ચથી થશે જેમાં 426 બિલ્ડીંગના 3997 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે અને તા.5મીથી કરણસિંહજી હાઇસ્કૂોલમાં કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે ત્યારે પરીક્ષામાં બેસવા માટે જરૂરી ગણાતી હોલટીકીટ આગામી દિવસોમાં કરણસિંહજી હાઇસ્કૂલમાં બોર્ડના પ્રતિનિધિઓ દ્વારા પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ રાજકોટ જિલ્લાની પસંદ કરાયેલ સ્કૂલના પ્રતિનિધિઓને હોલ ટિકિટ બાંટવામાં આવશે અને તા.28મી ફેબ્રુઆરીતથી જિલ્લાની દરેક સ્કૂલમાં હોલ ટીકીટનું વિતરણ કરવામાં આવશે સવારે 10:30થી હોલ ટીકીટનું સંભવિત વિતરણ કરાશે.