વીમો અને લોનના નામે રાજકોટના તબીબ પાસેથી રૂા.74 લાખ પડાવી લીધા

 પોલીસીના પ્રિમિયમની ઝાળમાં ફસાવ્યા
રાજકોટ તા.14
રાજકોટના મિલપરામાં રહેતા તબીબે પેપરમાં વાંચેલી જાહેરાત આધારે લોન લેવા રસ દાખવતા જુદી જુદી કંપનીઓમાં 32 પોલીસીઓ લેવડાવી 16 શખ્સોએ 73.80 લાખ ઉઘરાવી શીશામાં ઉતારી દેતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે
શહેરના મિલપરામાં રહેતા અને ઘર નજીક જ ડોક્ટર અશોક મહેતા નામે દવાખાનું ચલાવતા એમબીબીએસ તબીબ અશોકભાઈ જેન્તીલાલ મહેતા નામના વિપ્ર વૃધ્ધે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મહેશ્વરી, રજનીભાઇ બાજપાઈ, સીતારામ શર્મા, પ્રિયા મેડમ, નિત્યા રૂપાણી, મદન, ડી એસ રાંધવા, નારાય મહેશ્વરી, શિવાલિક, કેશવ રવાણી, ઉદય શર્મા, સુમીતા આહુઝા, બલરાજ ખત્રી, રવિન્દરસિંહ, બાલકૃષ્ણ બાલિયાનન અને હરિઓમ નામના 16 શખ્સો સામે 73,80,000 રૂપિયાની ઠગાઈ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે નવેમ્બર 2015માં પેપરમાં લોન માટે જાહેરાત આવતા તે વાંચી ફોન કરતા 30 લાખની લોન મળશે અને 12 વર્ષ સુધી અઢી લાખ વાર્ષિક પ્રીમિયમ ભરવાનું રહેશે તેવું જણાવ્યું હતું બાદમાં ભારતી અક્ષા અને એડવાઈઝર ટોકિયો નામની બે કંપનીના માણસો પોલિસી માટેના અઢી લાખના બે ચેક લઇ ગયા હતા દસેક દિવસો બાદ ફાઇનાન્સ કંપનીના માણસો જરૂરી ડોક્યુમેન્ટ લઇ ગયા હતા અને પંદર દિવસ બાદ 31,63,000 લોન જમા થઇ હતી જે ત્રણેય બેન્કના 88 હજારના રેગ્યુલર માસિક હપ્તા અને અઢી લાખનું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું કીધું હોય હાલ સુધી તેઓ 88 હજારના માસીક હપ્તા ભરી રહ્યા છે બાદમાં વાર્ષિક પ્રીમિયમ કરાવવા અભિષેક નાયરે ઘરના સભ્યોની હાજરીમાં ભારતી અક્ષામાં 9.47 લાખની, એડ્વાઇઝર ટોકિયોમાં 2.93 લાખ, રિલાયન્સ ઈંસ્યોરેન્સમાં 49 હજાર, ફ્યુચર જનરાલીમા 1.31 લાખ, એચડીએફસી લાઈફમાં 3.22 લાખ, એકસાઇડ લાઈફ ઈંસ્યોરેન્સમાં 1.58 લાખની જુદી જુદી 32 પોલીસીઓ લેવડાવી હતી જયારે સીગના ટીટીકેની એમાઉન્ટ ખબર નહિ હોવાનું જણાવ્યું હતું કુલ 19 લાખની પોલિસીઓ લેવડાવી હતી. પીએનબી લાઈફના નારણ મહેશ્વરીએ ઈન્ક્મટેક્ષની ફાઈલ બનાવવા માટે 2.60 લાખ, શિવાલિક અને રંધાવાએ જીએસટી તથા સ્ટેમ્પ ડ્યુટી માટે 25 લાખ ખર્ચ કરાવેલ તેમજ કેશવ રવાણીએ પણ પોલીસની રકમ અપાવવાનું કહી 1.20 લાખ પડાવી લીધા હતા ત્યાર બાદ મુંબઈ જીબીઆઈસીમાં સુમીત આહુઝાનો ફોન આવ્યો હતો અને ડરાવતા જણાવ્યું હતું કે અને પોલીસીમાં એજન્ટના જગ્યાએ તમારું અને તમારી જગ્યાએ એજન્ટનું નામ છે જે ફેરફાર કરવા માટે 23 લાખ આપવા પઢે અને એવું કરવાથી તમામ પોલીસીના મળી કુલ 38,74,300 રૂપિયા તમને મળવાપાત્ર છે જેથી જૂન 2018માં બેંગ્લુરુનો ક્લેમપત્ર મને મોકલાવતા તેમાં સહી કરી 23 લાખનું આંગળિયું દિલ્હી ખાતે સુમિત આહુજાને મોકલાવ્યું હતું ત્યાર બાદ બલરાજ ખત્રી અને બાલકૃષ્ણ બાલિયાનને 22 લાખ અને મોનિતગિરિના ખાતામાં અને 8 લાખ આરટીજીએસથી મોકલાવ્યા હતા ત્યાર બાદ 8 લાખ, 6 લાખ જુદા જુદા સમયે મોકલાવ્યા હતા બાદમાં 15 લાખ માંગતા સગવડ નહિ હોવાથી ના પાડતા સાડા સાત લાખ આપવાની વાત કરી હતી જો પૈસા નહિ આપે તો 1.37 કરોડ રૂપિયા તમને નહિ મળે તેવું જણાવ્યું હતું તમામ પ્રીમિયમ અને દસ્તાવેજોના નામે 16 શખ્સોએ 73.80 લાખની છેતરપિંડી આચરી હોય આ અંગે પીઆઇ વી કે ગઢવી, રાઇટર નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.