રૂડામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય માટે રવિવારે યોજાશે મેળો

 લોન - વ્યાજની પણ માહિતી અપાશે
રાજકોટ તા.14
દરેક ભારતીઓના ‘ઘરના ઘર’ના સ્વપ્નને સાકાર કરવાના ઉદેશથી પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘર લેવા માટે વિવિધ ઘટક અંતર્ગત આવાસ અંગે સહાય આપવામાં આવે છે જે અંતર્ગત લાભાર્થીઓને પોતાની પસંદગીનું ઘર લેવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે ક્રેડીટ લીંક સબસીડી સ્કીમ ઘટકમાં 2.67 લાખ સુધીની વ્યાજ સહાય આપવામાં આવે છે. જેમાં 22.50 લાખ સુધીની ાઅવક ધરાવતા લાભાર્થીઓને લીધેલી લોનના વ્યાજમાંથી 6.50%થી માંડી 2.50% સુધીની વ્યાજ સહાયની જોગવાયનો સમાવેશ કરવામાં આવેલ છે. ઉપરોકત વ્યાજ સહાય આવકની વિવિધ મર્યાદાઓને ધ્યાને લઈને આપવામાં આવે છે.
વ્યાજ સહાય લેતા સમયે ઘણી વિગતો પ્રાથમિક ધોરણે ધ્યાનમાં રાખવી જરૂરી છે જેવી કે ઈડબ્લયુએસ તથા એલઆઈજી પ્રકારની કેટેગરીમાં પુરુષ અરજદારની સાથે મહિલા અરજદારનું નામ, દસ્તાવેજમાં મહિલા અરજદારનો ઉલ્લેખ, લોન મંજુર થયા પહેલા યોજનાનો લાભ લેવાનો છે તે અંગેની જાગૃતિ અને આ અંગે બેંકને જણાવવું જેથી લોન મંજુરીની સાથે જ સહાય અંગે અરજી થઈ શકે તથા ઘણા પુરાવા અંગેની બાબતો ધ્યાને રાખવાની રહે છે. જો મકાન લેતા સમયે જ આ અંગે જાગૃતિ હોઈ તો સહાય મેળવવામાં થતા વિલંબને ઘટાડી શકાય છે અથવા સામાન્ય ભુલને કારણે મળવા પાત્ર સહાય નામંજુર થતા અટકાવી શકાય છે.
લોકોમાં યોજના અંગે જાગૃતતા વધે તથા દરેક લોકોને યોજના અંગે વિતગવાર માર્ગદર્શન મળે તો આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તેમજ પ્રધાન મંત્રીના દરેક ભારતીઓના ‘ઘર ના ઘર’નું સ્વપ્ન સાકાર થઈ શકે. તો આ બાબતને ધ્યાને લઈ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ક્રેડીટ લીંક સબસીડી સ્કીમ (સીએલએસએસ)ની માહિતી આપતા મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આથી આ માર્ગદર્શન મેળામાં બહોળી સંખ્યામાં
ઉપસ્થિત રહી મહતમ લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે. આગામી તા.17ને રવિવારના
રોજ સવારના 10થી 4 સુધી રૂડા કચેરી ખાતે મેળાનું આયોજન કરવામાં આવેલ છે.