ધો.12 સાયન્સની પ્રાયોગીક કસોટીનો આવતીકાલથી પ્રારંભ

સાહિત્ય સન્ટ્રોંગ રૂમમાં સીલ કરાયુ: ક્ધટ્રોલરૂમ કાર્યરત કરાયો
રાજકોટ તા.14
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધો.12 સાયન્સની પ્રેક્ટીકલ પરિક્ષાનો પ્રારંભ થશે જેનુ સાહિત્ય રાજકોટ આવી જતા સ્ટ્રોંગરૂમમા સીલ કરાયું છે જિલ્લાના 26 બિલ્ડીંગમાં 9500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષાને ધ્યાને લઇ કંન્ટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે ધો.12 સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષા સૌપ્રથમ વખત બોર્ડ દ્વારા લેવામાં આવી રહી છે આ પરીક્ષા માટે કલાસ-2ના અધિકારીની ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી છે અને તેઓ પરીક્ષા ઉપર ગેરરીતિ થતી અટકાવવા નજર રાખશે પરીક્ષાને લગતુ સાહિત્ય રાજકોટ આવી ગયું છે અને તેને સુરક્ષા સ્થળે રાખવામાં આવ્યું છે. તેમજ કરણસિંહજી હાઇસ્કૂલમાં કંન્ટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. પરીક્ષા પુેરી થયા બાદ દરરોજ દરેક પરીક્ષાર્થીઓનું ઓનલાઇન ગુણાંકન કરવામાં આવશે અને પરીક્ષા પૂરી થયા બાદ તુરત જ તેના ગુણનો રિપોર્ટ ગાંધીનગર પહોંચી જશે.
ઉપરાંત ધો.10ની બોર્ડની પરીક્ષા સંદર્ભે પ્રશ્ર્ન પેપરોનું વિતરણ કેન્દ્ર ચૌધરી હાઇસ્કૂલ રાખવામાં આવતી હોવાથી આ સ્થળનું નિરિક્ષણ કરવા માટે બોર્ડના નાયબ પરીક્ષા સચિવ રાજકોટ આવ્યા હતા અને ચૌધરી હાઇસ્કૂલની મુલાકાત લઇ જરૂરી સુચના આપી હતી.