વેશ્યાગૃહમાં રહેતી વ્યક્તિને કોણ પ્રેમ કરે?

 આ જગ્યા, આ દુનિયા અમને પ્રેમ કરવાની પરવાનગી આપતી નથી
આજે ‘પ્રેમ’નો દિવસ છે. આ પર્વની યુવા હૈયાઓ ઉજવણી કરી રહ્યા છે ત્યારે અચાનક આ દિવસે બદનામ એરિયામાં યુવતીઓને મળવાનું શરુ... પલક નામની યુવતી 30 વર્ષ નાનપણથી વેશ્યાવૃતિના વ્યવસાયમાં પોતાનું મન મનાવી રહી છે. અંદર બોલાવી કહ્યું આવું છું ત્યારે અન્ય એક યુવતી સાજ શ્રૃંગાર કરી રહી હતી હોઠ ઉપર બરાબર ઘાટી લિપસ્ટીક ઘસ્યા પછી બે હોઠ બીડીને બરાબર લિપસ્ટીકને મસળી, તુરંત જ અરીસામાં ચહેરો જોઈ ગ્રાહકની રાહમાં ઉભી થઈ ગઈ... મેં જરાક ખચકાઈને અને ડરતા મહિલાને પ્રશ્ર્ન પુછ્યો ખબર છે આજે વેલેન્ટાઈન ડે છે..? શું તમને કોઈ સાથે પ્રેમ છે ? તમારા જીવનમાં કોઈ છે જે તમને પ્રેમ કરતું હોય ? અરે... સાહેબ ‘વેશ્યાગૃહમાં રહેતી વ્યક્તિને કોણ પ્રેમ કરે ? શું કોઈ પ્રેમ કરે તો અમે અહીં બેસી રહીશું’ આટલુ કહી વાતચીતનો દૌર આગળ વધ્યો ભાવનગર રોડ ઉપર ડેલીમાં ડોકીયુ કરી ગ્રાહકોને બોલાવી મહિલાઓ દેહ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.
હું જાણવા માગતો હતો કે જે મહિલાઓ પાસે લોકો માત્ર સેકસ માટે જાય છે, તેમના જીવનમાં પ્રેમ જેવી કોઈ અનુભૂતિ છે કે નહીં ? શું વેલેન્ટાઈન-ડેનો દિવસ તેમની આંખોમાં કોઈ ચમક લાવે છે કે નહી ? મહિલાઓ આ સ્થળે કમરે હાથ રાખીને ઉભી હતી... થોડીકવાર વાતચીત કર્યા પછી અનેક મહિલાઓ મળવા માટે સંમત થઈ ગઈ.. પ્રેમ વિશે પુછતાં જણાવ્યું સાહેબ પ્રેમની વાતોને કચરાપેટીમાં નાખી દીધી છે.
ઢીલા અવાજે કહ્યું ‘જ્યાં સુધી તન સારું છે, ગુજરાન ચાલશે, અમારી પાસે બધા એક કલાક સુધી રોકાય છે. માત્ર શારિરિક સુખ મેળવવા આવે છે પછી બધુ ખતમ’ કર્ણાટકની યુવતીને પુછ્યું કે તું કોઈને પ્રેમ કરે છે ? હસતા-હસતા કહ્યું હવે તો કોઈ પ્રેમની વાત કરશે તો પણ વિશ્ર્વાસ નહીં આવે સાહેબ..
‘નાણા આપો, થોડી વાર સાથે રહો અને જતા રહો પણ અમને પ્રેમના જુઠ્ઠા સપના ન બતાવો’ રંભા નામની યુવતીએ ગ્રાહકો શું કરે તે જણાવતા રૂંવાટા ઉભા થઈ ગયા... તેના જે શબ્દ હતા અમુક ગ્રાહકો તો એવા હોય છે દસ દિવસથી ભુખ્યો વરુ હરણના બચ્ચા પર તુટી પડે એમ ઝડપભેર તરાપ મારીને અમારા શરીરે ચોટી જાય છે ડોક અને છાતી પર ચુમવાનુ, બટકા ભરવાનુ શરુ કરી દે છે. કલાકો સુધી મરજી મુજબ શરીરને પીંખી નાખે છે.
પણ અમે ચુપચાપ રહીએ છીએ દર્દ કે શારિરિક પીડા દર્શાવાવની છૂટ નથી કારણ કે પોતાનું શરીર એ વ્યાપારનું સાધન હતું એ વહેંચી પેટ ભરાઈ છે. ગ્રાહક રાજી રહે અને સંતોષ મળે તો પૈસા પણ વધુ મળતા... અમારી આ દુનિયામાં હૃદયમાંથી નીકળેલા શબ્દો કે સંવેદનાઓનું કોઈ સ્થાન નથી. અહીં પૈસા વેદના અને દુશ્મનાવટ સિવાય બીજુ કાંઈ મહત્વનું પણ નથી.
આ જગ્યા આ દુનિયા અમને પ્રેમ કરવાની પરવાનગી આપતી નથી. અહીં ફકત વેપાર મહત્વનો છે. લાગણીઓના વેપારની અહીં કોડીની પણ કિંમત નથી, સાહેબ મજબુર છીએ એટલે આ ધંધામાં આવ્યા છીએ હવે સમાજ અમને સ્વીકારવા તૈયાર નથી..
રંભાની આંખો ભીની થઈ ગઈ ‘પ્રેમ’ માટે તરસી રહી છું. નાની હતી ત્યારે પતિને આવો પ્રેમ કરીશ એવું વિચારતી પણ નસીબે સાથ ન આપ્યો. આજે પ્રેમના બદલે પુરૂષના હવસનો શિકાર બની રહી છું. આ દુનિયાને મારુ સર્વસ્વ માની લીધું છે, હું મનની આત્માથી શુધ્ધ છું એટલે જ શરીરની અશુધ્ધાઓ મને નડતી નથી. રંભાને કોઈ પ્રેમ નથી કરતું ત્યારે ‘પ્રેમ’ શું છે તે વિશે રંભાના શબ્દો આ હતા સાહેબ... પ્રેમની ઘણી વ્યાખ્યાઓ છે કોઈ બંધનને પ્રેમ ગણે તો સ્વતંત્રતાને, પ્રેમ કોઈ સંબંધનો મોહતાજ નથી.
પ્રેમ એક અનુભવ છે. એક સ્પંદન છે. બે હૃદય વચ્ચેનો લાગણીનો વહેવાર છે. પ્રેમ એના માટે બે શરીરનું એક થવું જરૂરી નથી, જરૂરી છે બે હૃદય બે આત્માનોઉં એકબીજામાં ઓગળી જવું. જે દરેક પરિસ્થિતિમાં દુર રહીને પણ તમારે પડખે હિંમત બનીને ઉભો રહી એ પ્રેમ પણ હવાની માફક એની હાજરી સતત આપણી આજુ-બાજુ રહ્યા કરે. દૂર હોવા છતાં જે આપણા કણ કણમાં વસે એ પ્રેમ. રંભાના શબ્દો સાંભળી એવું લાગયું આ યુવતી ‘પ્રેમ’માં રસતરબોળ થઈ ગઈ અંતે રડતા રડતા કહ્યું સાથે રહેતી યુવતીઓ જ મારા માતા-પિતા, ભાઈ-બહેન છે. દુ:ખમાં અને સુખમાં સાથે જીવીએ છીએ.. ભગવાનને એક જ પ્રાર્થના આવતા ભવમાં નર્ક જેવી જીંદગી ન આપતા....