જોબ ફેર ફેલ, માત્ર 306ને નોકરી મળી

 ત્રણ દિવસમાં 235 કંપનીઓએ ઈન્ટરવ્યૂ
લીધા : 1554 ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરાયા
રાજકોટ : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસીય મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7500 ઉમેદવારો હાજર રહેશેની ધરણા સામે માત્ર 3095 હાજર રહેતા જોબફેર સંપૂર્ણ ફેલ રહ્યો હતો અને સરકારની લાજ પણ ગઈ હતી. તેમજ ત્રણ દિવસમાં માત્ર 306ને જ નોકરી મળી હોવાનું સતાવાર જહેમત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં 3 દિવસ યોજાયેલા જોબફેરમાં પ્રથમ દિવસે 1569, બિજા દિવસે 1302 અને ત્રીજા દિવસે 224 બેરોજગારો ઈન્ટરવ્યુ માટે આવ્યો હતો. જેમાં 3959 ઈન્ટરવ્યુ આપ્યા હતા. તેમાંથી 1554 ઉમેદવારોને શોર્ટલીસ્ટ કરાયા હતા અને 306ને નોકરી મળી હતી.
ત્રણ દિવસમાં માત્ર 235 કંપનીઓ હાજર રહી હતી અને તેમાંથી પણ કેટલીક કંપનીના પ્રતિનિધિઓ ગેરહાજર રહ્યા હતા અને જે હાજર હતી તે કંપનીઓએ પણ પગારની સ્પષ્ટતા કરી તે કંપનીઓએ પણ પગારની સ્પષ્ટતા કરી હતી નહી તેમજ સિલેકટ ઉમેદવારોને ક્યારે નોકરી ઉપર હાજર થવાનું છે તે જણાવ્યુ હતુ નહીં. જોબફેરમાં ઉમેદવારોની સંખ્યા બતાવવા માટે કોલેજો ઉપર દબાણ કરવામાં આવ્યુ હતુ અને કોલેજોના વિદ્યાર્થીઓને ફરજિયાત જોબફેરમાં ભાગ લેવા જણાવ્યું હતું. પરિક્ષા નજીક વિદ્યાર્થીઓએ પણ રિસ્ક નહીં લઈ ઈન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતા તેમજ આ માત્ર સરકાર દ્વારા કરવામાં આવેલ નાટક હોવાનું મોટાભાગના ઉમેદવારોએ જણાવ્યું હતું.