હોટેલમાં આગ લાગે તો, રાજકોટમાં અફરાતફરી મચી જાય

 પ્લાન વગરનું બાંધકામ, અનેક હોટેલોમાં નિયમોનો ઉલાળિયો, દિલ્હીની ઘટનાનું પુનરાવર્તનની રાહ જોતું તંત્ર
રાજકોટ તા.14
દિલ્હીની હોટેલમાં આગ લાગી અને 17 વ્યક્તિના ઘટના સ્થળે જ આગની લપેટમાં મોત નિપજયાં હતાં ત્યારે રાજકોટમાં હોટેલોમાં શું છે સલામતી માટે વ્યવસ્થા ચોપડામાં શું કરી છે, સલામતીના અનેક પ્રશ્ર્ન દિલ્હી કરતાં રાજકોટમાં અઘરાં છે. જ્યારે તપાસ કરી તો જો રાજકોટની હોટેલોમાં આગની ઘટના બને તો 17 કરતાં વધુના મોત નીપજી શકે છે. રાજકોટની મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર અધિકારીની બેજવાબદાર નીતિનાં કારણે હોટેલ સંચાલકોએ આડેધડ બાંધકામો કરી દીધા છે. પ્લાન વગરનું ગેરકાયદે બાંધકામ ઉભું કરી દીધું છે. શહેરની મોટાભાગની હોટેલોમાં નિયમોનો ઉલાળિયો કરવામાં આવ્યો છે છતાંય ટી.પીઓ અધિકારી કોઇ કાર્યવાહી કરતાં કેમ ખચકાઇ રહ્યાં છે? શહેરમાં બોગસ તબીબ શ્યામ રાજાણીની હોસ્પિટલ ગેરકાયદે છે છતાંય તંત્ર હજુ સુધી તે તોડી શક્યું નથી અનેક હોસ્પિટલોમાં ગેરકાયદે બાંધકામ ‘હપ્તા’થી સેટીંગ કરી લેવાયું છે. તે પણ તોડવામાં આવતા નથી મહાપાલિકાની ટી.પી.શાખાને ‘હપ્તા’ મળે એટલે કે ‘મલાઇ’ મળી જાય પછી તમે ગમે તેટલું ગેરકાયદે બાંધકામ ખડકી શકો છો આવું જ કંકઇ રાજકોટની હોટલોમાં ચાલી રહ્યું છે. પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા નહીં હોવા છતાંય બાંધકામ કરવાની છૂટ કોને આપી? ક્યાં અધિકારીએ ‘વહીવટ’ કર્યો છે તે દિશામાં તપાસ કેમ નથી કરવામાં આવતી કમિશનર બંછાનિધિ પણ કેમ ચૂપ છે? બેફામ ગેરકાયદે હોટલો ધમધમી રહી છે ત્યારે તંત્રએ ‘વહીવટ’ કરી લીધો છે તો ભાજપ અને કોંગ્રેસ પણ ચૂપ છે? જ્યારે આગ લાગશે લોકોના મૃત્યુ થશે ત્યારે જવાબદારી કોની રહેશે તોય હોટલોમાં તપાસ કરવામાં કેમ નથી આવતી તંત્ર કેમ ચૂપ છે. રાજકોટમાં દિલ્હીની ઘટનાનું પુનરાવર્તન થાય તો અફડાતફડી મચી જાય તેવી વ્યવસ્થા છે છતાંય મહાપાલિકાની ટી.પી. શાખાના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. મોટામાથાઓ સામે ઘૂંટણિયે પડી
જતું ટી.પી.શાખા
રાજકોટમાં મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વ્હાલા-દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. હજારો હોટેલોમાં ગેરકાયદે બાંધકામો ખડકાય ગયા છે હોટેલોમાં પાર્કિંગ ન હોવા છતાં મંજુરી આપી દેવામાં આવી છે ત્યારે ચોપડે કામગીરી દેખાડવા ગરીબોના મકાનો તોડી પાડવા નોટીસો આપી ડીમોલીશન કરવામાં આવે છે મોટા માથાઓનાં ઘૂંટણીએ તંત્ર પડી ગયું છે. હોટેલોમાં જવલનશીલ પદાર્થોનો ઉપયોગ
હોટેલોના કિચનમાં અનેક નિમયોનું પાલન કરવાનું હોય છે પણ રાજકોટમાં તંત્રની બીક જ ના હોય તેમ વહિવટ ચાલી રહ્યો છે. રસોડામાં ગંભીર કહી શકાય તેવા જલદ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તંત્ર હજુ તપાસ કરી શક્યું નથી.
એક્ઝિટની વ્યવસ્થા હોટેલોમાં નથી
અનેક હોટેલોમાં આગ લાગે તો પૂરતી વ્યવસ્થા નહીં હોવાનું બહાર આવ્યું છે. હોટેલોમાં એક્ઝીટ ગેટની કોઇ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી છતાંય તંત્રની મીઠી નજર હેઠળ હોટેલોનો કારોબાર ચાલી રહ્યો છે.
કમિશનર તપાસનો આદેશ કેમ નથી આપતા?
રાજકોટ મહાપાલિકાના સેનાપતિ બંછાનિધિ પાની કેમ ચૂપ છે? શહેરમાં ગેરકાયદે બાંધકામો ચાલી રહ્યા છે હોટેલો અને હોસ્પિટલોમાં પ્લાન વગર બાંધકામ થઇ ગયું છે ત્યારે કમિશનર પણ ગરીબોના મકાનો તોડવાના આદેશ આણે છે પણ જે ખોટું છે ત્યાં કેમ તપાસના આદેશ નથી આપતા કમિશનર કેમ હજુ સુધી તપાસના આદેશ આપતા નથી.