દિલ્હી સરકાર V/S ઉપરાજ્યપાલ: SCના ચુકાદા છતાં ‘એક રુકા હુઆ ફેંસલા’!

  • દિલ્હી સરકાર V/S ઉપરાજ્યપાલ: SCના ચુકાદા છતાં ‘એક રુકા હુઆ ફેંસલા’!
  • દિલ્હી સરકાર V/S ઉપરાજ્યપાલ: SCના ચુકાદા છતાં ‘એક રુકા હુઆ ફેંસલા’!

નવી દિલ્હી તા.14
દિલ્હીનો અસલી બોસ કોણ? આનો ચુકાદો આજે એટલે કે ગુરૂવારે થવાનો હતો. આ મામલે જસ્ટિસ સીકરીએ ચુકાદો સંભળાવ્યો છે. બે જજોની બેંચનાં ચુકાદા બાદ પણ મામલો હજુ સંપૂર્ણ રીતે થાળે પડ્યો નથી. જો કે કેટલાક મુદ્દે જજોએ પોતાના મત સ્પષ્ટ કર્યા છે. કેન્દ્રિય કેડર અધિકારીઓની ટ્રાન્સફર-પોસિ્ંટગનાં મુદ્દે બંને જજો વચ્ચે મતભેદ જ રહ્યો, જેથી આ મુદ્દાને મોટી બેંચ પાસે મોકલાયો છે. આ નિર્ણયને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંવિધાન વિરુદ્ધનો ગણાવ્યો છે તો ભાજપે એ વિશે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું કે એક તરફ કેજરીવાલ પોતે ચાર વર્ષ શાનદાર શાસન કર્યાનો દાવો કરે છે તો બીજી બાજુ કોર્ટ અને કેન્દ્ર સરકાર કામ નહીં કરવા દેતા હોવાનો આક્ષેપ કરી દિલ્હીની પ્રજાને ઉશ્કેરી રહ્યા છે. આ સંજોગોમાં ભાજપ અને આપ વચ્ચેનો વિવાદ હજુ લટકતો જ રહ્યો છે.
આ મામલે જસ્ટિસ એ.કે. સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચે સુનાવણી કરી હતી. સૌથી પહેલા જસ્ટિસ સીકરીએ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની એ નોટિફિકેશનને જેમની તેમ રાખી છે કે
દિલ્હી સરકારની અઈઇ ભ્રષ્ટાચારનાં મામલે તેમના કર્મચારીઓની તપાસ નહીં કરી શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્રી પાસે ઇન્વેસ્ટિગેશન કમિટી નિયુક્ત કરવાનો અધિકાર હશે. ચુકાદા પ્રમાણે સ્પેશલ પબ્લિક પ્રોસિક્યૂટરની નિયુક્તિનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે. તો એન્ટી કરપ્શન બ્રાંચ કેન્દ્રની પાસે રહેશે કેમકે પોલીસ કેન્દ્રની પાસે છે. જ્યારે રેવન્યૂ પર એલજીની સંમતિ લેવાની રહેશે. તો ઇલેક્ટ્રીસિટી મામલે ડાયરેક્ટરની નિયુક્તિ સીએમની પાસે રહેશે.
તેમણે કહ્યું કે દિલ્હીની સત્તા કેન્દ્રની સત્તા કરતા અલગ છે. તેમણે દિલ્હી સરકારને તમામ અધિકાર આપ્યા છે. પોતાનો ચુકાદો આપતા જસ્ટિસ સીકરીએ કહ્યું કે, રાજધાનીમાં બધા એક્ઝીક્યૂટિવ અધિકારી દિલ્હી સરકાર પાસે જ રહેશે. જો કે દિલ્હીમાં જમીન, પોલીસ અને કાનૂન વ્યવસ્થાથી જોડાયેલા અધિકાર કેન્દ્ર સરકાર એટલે કે ઉપરાજ્યપાલની પાસે રહશે. જો કે આ અંતિમ ચુકાદો નથી, કેમકે બે જજોની બેંચમાં મતભેદ જોવા મળી રહ્યા છે.
ઉપરાજ્યપાલ મામલે સુપ્રીમ કોર્ટનાં 2 જજોનાં અલગ અલગ મત સામે આવ્યા છે. જસ્ટિસ સીકરીએ કહ્યું કે આઈએએસની પોસ્ટિંગ અને ટ્રાંસફરનાં અધિકાર એલજીને આપવામાં આવે, જ્યારે દાનિક્સ (દિલ્હી આંદમાન એન્ડ નિકોબાર, આઇસલેન્ડ સિવિલ સર્વિસ)નાં પાવર દિલ્હી સરકારની પાસે રહે. જો કોઇ મતભેદ રહે છે તો રાષ્ટ્રપતિની પાસે મામલો મોકલવામાં આવે. જસ્ટિસ સીકરીએ કહ્યું કે એન્ટી કરપ્શન બ્યૂરોનો કંટ્રોલ કેન્દ્ર પાસે રહે કેમકે પોલીસ પાવર કેન્દ્રની પાસે હોય છે.
રાજયપાલને બોસ ગણાવતો એચસીનો ચૂકાદો ફરી ગયો
દિલ્હી સરકાર તરફથી પીઠને અનુરોધ કરવામાં આવ્યો કે આ સંબંધમાં નિર્ણય જલ્દી સંભળાવવામાં આવે કેમકે પ્રશાસન ચલાવવામાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે. ગયા વર્ષે સંવિધાન પીઠે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું હતુ કે દિલ્હીમાં પોલીસ, કાનૂન વ્યવસ્થા અને જમીનને છોડીને ઉપરાજ્યપાલ દિલ્હી સરકારનાં કોઇપણ કામકાજમાં દખલ નહીં કરે. સુપ્રીમ કોર્ટનાં એ ચુકાદામાં કહેવામાં આવ્યું હતુ કે ઉપરાજ્યપાલને દિલ્હી સરકારની સલાહ પ્રમાણે કામ કરવું પડશે અને જો કોઇપણ મુદ્દા પર સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે મતભેદ થઇ જાય તો ઉપરાજ્યપાલ તેને રાષ્ટ્રપતિ સામે રજૂ કરશે. જો કે આ ચુકાદા પછી દિલ્હી સરકારે કહ્યું હતુ કે સંવિધાન પીઠનાં ચુકાદા બાદ પણ અનેક મામલે વિક્ષેપ આવી રહ્યો છે. ત્યારે ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું હતુ કે ઉપ રાજ્યપાલે દિલ્હી સરકાર સાથે મળીને કામ કરવું જોઇએ. દિલ્હી વિધાનસભા પોલીસ, જમીન અને પબ્લિક ઑર્ડર સિવાય કોઇપણ વિષય પર કાયદો બનાવી શકે છે. સાથે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટનાં એ નિર્ણયને પણ સંપૂર્ણ રીતે ફેરવી દીધો છે જેમાં હાઈકોર્ટે રાજ્યપાલને દિલ્હીનાં અસલી બોસ ગણાવ્યા હતા. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ઉપ રાજ્યપાલને દિલ્હીનાં બોસ ગણાવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે 4 ઑગષ્ટ 2016નાં આ મામલે સુનાવણી કરતા કહ્યું હતુ કે ઉપરાજ્યપાલ જ દિલ્હીનાં પ્રશાસનિક પ્રમુખ છે અને દિલ્હી સરકાર ઉપ રાજ્યપાલની મરજી વગર કોઇ કાયદો નહીં બનાવી શકે. દિલ્હી હાઈકોર્ટનાં આ નિર્ણયની સામે રાજ્યની આમ આદમી પાર્ટીની સરકારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતા. 5 જજોની સંવિધાન પીઠે 6 ડિસેમ્બર, 2017નાં રોજ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી દીધો હતો. સર્વોચ્ચ અદાલતનો નિર્ણય સંવિધાનની વિરુધ્ધનો: અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમના આ નિર્ણયને સંવિધાનની વિરુધ્ધનો ગણાવીને સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ‘દિલ્હીમાં જો કોઈ ભ્રષ્ટાચાર કરે, તો તેની સામે કાર્યવાહી કરવા માટે ભાજપ પાસે જવું પડશે ! આની આવી ખરેખર તો દિલ્હીની જનતા પાસે હોવી જોઈએ. દિલ્હીની સાતેય બેઠક પર ‘આપ’ને પ્રજા જીતાડે તો લોકસભામાં દબાવ બનાવી શકીએ અને દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવા અમે સંપૂર્ણ લડાઈ લડશું.’ કેજરીવાલે કોર્ટનું અપમાન કર્યું, માફી માગે: ભાજપ
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોર્ટના નિર્ણયને કેજરીવાલની હાર સમાન ગણાવીને ઉમેર્યું કે, અરવિંદ કેજરીવાલે ચુકાદા બાદ આપેલું નિવેદન કોર્ટની અવમાનના જેવું છે. અમે એ વિશે અલગથી કેસ દાખલ કરવા વિચારી રહ્યા છીએ. કેજરીવાલે આ નિવેદન બદલ માફી માગવી જોઇએ.