વેલેન્ટાઇન-ડે કામદેવનો દિવસ: થરુર

  • વેલેન્ટાઇન-ડે કામદેવનો દિવસ: થરુર

 થરુર તો લવગુરુ છે: નકવીનું ટ્વિટ
નવી દિલ્હી તા.14
આજે સમગ્ર દુનિયા વેલેન્ટાઈન દિવસ ઉજવી રહી છે. આ દરમિયાન ઘણી જગ્યાએ પ્રેમી પંખીડાઓ પણ જોવા મળશે જેમને બજરંગ દળ દ્વારા ધમકી આપવામાં આવી છે. બજરંગ દળની આ ધમકીને આધારે કોંગ્રેસના સીનિયર નેતા શશિ થરુરે સંઘ પર આકરા પ્રહાર કરીને વેલેન્ટાઈન-ડેને કામદેવ દિવસ ગણાવ્યો છે.
કોંગ્રેસ નેતા શશિ થરુરે વેલેન્ટાઈન-ડે પર પ્રેમી પંખીડાઓને સલાહ આપતી એક ટ્વિટ કરી છે. થરુરે ટ્વિટ કર્યું છે કે,
હેપ્પી વેલેન્ટાઈન-ડે. જો સંઘ પરિવારનું કોઈ ટોળું તમને તમારા મિત્ર સાથે બહાર હોવાથી ધમકી આપે છે તો તેમને કહેજો કે, તમે કામદેવની પ્રાચીન ભારતીય પરંપરા સેલિબ્રેટ કરી રહ્યાં છો. આ ટ્વિટ સાથે તેમણે એક તસવીર પણ શેર કરી છે.
થરુરના આ નિવેદનના જવાબમાં મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્વિટ કરીને વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, શશિ થરુર ભાઈ તો લવ ગુરુ છે. જો કોઈ વેલેન્ટાઈન-ડેનો વિરોધ કરશ તો લવ ગુરુ તો તેનો વિરોધ કરશે જ ને. નોંધનીય છે કે, ઘણાં સંગઠનો વેલેન્ટાઈન-ડે સેલિબ્રેશનનો વિરોધ કરતાં હોય છે.