ઢુંઢરની પીડિતા બાળકી સાથે ટોળું સચિવાલયમાં ઘૂસી જતાં તંગદિલી

 મુખ્યમંત્રી નહીં મળતાં આક્રોશ વધ્યો; 15 મિનિટ દોડાદોડી અને ઝપાઝપી બાદ પોલીસે મામલો થાળે પાડયો
 ભાજપ કાર્યકર ચેતન ઠાકોરની ચીમકી: અમારું કોઈ નહીં સાંભળે તો પીએમના માતાને બાળકી સોંપીને ન્યાય માગશું
ગાંધીનગર તા.14
બે કલાક સુધી રાહ જોવા છતાં સીએમ ન મળતા ઢુંઢર પીડિત બાળકીના માતા-પિતા, ભાજપના કાર્યકર ચેતન ઠાકોર અને ઠાકોર સેનાના સભ્યોની ધીરજ ખુટી હતી. જેને પગલે તમામ લોકો ગેટની અંદર ઘૂસી ગયા હતા. જેને પગલે દોડી આવેલી પોલીસે પીડિતાના પરિવાર સહિત 25થી વધુ લોકોની અટકાયત કરી હતી.
હિંમતનગર પાસેના ઢુંઢરમાં સપ્ટેમ્બર-2018માં 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મના કેસનામાં ન્યાયની માંગ સાથે પરિવાર અને લોકો બુધવારે ગાંધીનગર સીએમને મળવા આવ્યા હતા.
સીએમ ન મળતા બે કલાકથી બેઠેલા બધા લોકો પાસ કઢાવવા માટે ગેટ પાસેના કાઉન્ટર પર પહોંચી ગયા હતા. એક સાથે 25થી વધુ લોકોને
જોતા પાસ કાઢતા કર્મચારી પણ મૂંઝાયા હતા. જોકે, પોલીસે તેમને ત્યાંથી ખસેડવાનો પ્રયાસ કરતાં ઝપાઝપથી બાદ લોકો દોડીને ગેટમાં ઘૂસી ગયા હતા. 15 મિનિટ સુધી દોડાદોડી-ઝપાઝપીનો આ માહોલ રહ્યો હતો. અને તેના કારણે સચિવાલય સામે ભારે તંગદિલી ફેલાઈ જવા પામી હતી. જોકે આ દરમિયાન પોલીસે મામલાને થાળે પાડતા વધુ વિવાદ અટક્યો હતો.
લોકોને પકડવા માટે બે પીઆઆઈ સહિતનો પોલીસ સ્ટાફ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે પીડિતાના માતા-પિતા સાથે આખો પરિવાર આગળ આવી ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે બીજાને પછી પહેલાં અમને પકડો.
પીડિતાના પરિવાર સાથે આવેલા ભાજપના કાર્યકર ચેતન ઠાકોરે કહ્યું હતું કે, પજો અમારું કોઈ નહીં સાંભળે તો અમે પીએમના માતાજીના ઘરે જઈને બાળકીને સોંપીને તેમને જ કહીશું ન્યાય અપાવો.થ
પીડિત બાળકી સાથે જ તેનો પરિવાર અને લોકો ગેટમાં ઘૂસી ગયા હતા અને થોડે જ આગળ બેસી ગયા હતા. પોલીસ અને લોકો વચ્ચેની ચકમક અને ઘર્ષણ વચ્ચે સતત રડતી બાળકી માટે એક મિનીટ સૌ થોભી ગયા હતા. બાળકીને પાણી પીવડાવ્યા બાદ પોલીસે અટકાયતની કામગીરી શરૂ કરી હતી.