રૂસી મહિલાએ ભાડૂઆતની હત્યા કરી આંતરડા ફ્રીઝમાં મૂકયા!

 80 વર્ષની મહિલાની ધરપકડ કરીને પૂછતાછ
મોસ્કો: રૂસમાં 80 વર્ષની એક મહિલાની પોતાના પુરુષ ભાડુઆતને જાનથી મારી નાંખવાના આરોપમાં ધરપકડ કરાઇ છે. મહિલાની ધરપકડ ત્યારે થઇ જ્યારે બાળકોને તેમના પુરુષ ભાડુઆતના ગાયબ થયેલા શરીરના ટૂકડા મળ્યા. બેજેરજોવસ્ક શહેરમાં બનેલી આ ઘટનામાં બીજા બે લોકોની પણ આ કેસ અંતર્ગત પૂછપરચ્છ થઇ રહી છે. એક જજે આ મહિલાને એક હત્યાની તપાસના કેસમાં બે મહિના સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. પુરુષ ભાડુઆતના શરીરના આંતરડા સહિતના અંગો મહિલાના ફ્રીઝમાંથી મળ્યા. મળતી માહિતી પ્રમાણે મહિલાએ 52 વર્ષના સફાઇકર્મીની હત્યાના આરોપને નકારી દીધા છે. આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે પોતાના એપાર્ટમેન્ટ બ્લોકની પાસે પાર્કમાં રમી રહેલા બાળકોને વ્યક્તિના ટુકડા કરેલા હાથ મળ્યા. ત્યારબાદ પોલીસે કેટલીય પ્લાસ્ટિક બેગોમાં શરીરના બીજા ભાગોને શોધી કાઢ્યા જેમણે રખડતા કૂતરાઓ દ્વારા ઘસેડી ત્યાં સુધી લાવ્યા હતા. રિપોર્ટ્સમાં કહેવાય છે કે 52 વર્ષના યુક્રેનના ભાડુઆતના શરીરના ભાગ પર મળેલી ફિંગરપ્રિન્ટના લીધે શંકાની સોય રિટાયર્ડ ફાર્મ માલિકની તરફ સંધાઇ. સ્થાનિક સમાચાર પ્રમાણે મહિલાએ ભાડુઆતના હાડકા ફેંકી દીધા હતા જ્યારે આંતરડા અને બીજા અંદરના અંગ તેમના ફ્રીઝમાંથી મળ્યા. કૂતરાને લોહીની ગંધ આવવા લાગી અને તેમણે આખા એરિયામાં શરીરના ભાગોને વિખેરી દીધા.