વાહ ‘રાજનાથ’! સોનાંનો મૂગટ ગરીબ ક્ધયાઓ માટે પરત

સન્માનમાં મળેલો મૂગટ સ્વીકારવા સાભાર નનૈયો
નવી દિલ્હી તા.14
મોદી સરકારમાં ગૃહમંત્રીની જવાબદારીનું વહન કરતાં રાજનાથસિંહનું એક જગ્યાએ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. ફુલોની માળાની સાથે આયોજકો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને માથા પર સોનાનો મુકુટ પહેરાવવામાં આવી રહ્યો હતો. ત્યારે રાજનાથસિંહે આ સોનાનો મુકુટ પહેરવાની ના પાડી દીધી હતી અને આયોજકોને આ મુકુટ પરત કરી દીધો હતો. સાથે જ એક સલાહ આપી હતી જેથી આયોજકો સહિત હાજર સૌ કોઈએ તેમની આ સલાહ
પર તાળીઓનો ગડગડાટ કરી હર્ષનાદ કરી મુક્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહએ પોતાના સ્વાગતમાં પહેરાવવામા આવેલ સોનાના મુકુટને એમ કહેતા પરત કર્યો કે, આ મુકુટને તે ગરીબ પરિવારને આપવામાં આવે. જે પિતા પાસે પુત્રીના લગ્ન કરવાના હોય, દીકરી પરણવા લાયક હોય અને તેમની પાસે એ દીકરીને આપવા માટે ચાંદીના ઝાંઝર પણ ન હોય તેવી દીકરીને આ મુકુટમાંથી સોનાની પાયલ આપજો. જેથી દીકરી સોનાની પાયલ પહેરીને વિદાય થાય.