પેટ્રોલ-ડિઝલમાં ‘અચ્છે દિન’ આવી શકે વેનેઝુએલાના સંકટથી!

વેનેઝૂએલામાં ગત મહિનાથી ચાલી રહેલા રાજકીય સંકટની અસર તેના ક્રૂડ ઓઇલ એક્સપોર્ટ પર સ્પષ્ટ જોવા મળી રહી છે. જો કે, વેનેઝૂએલાનું સંકટ ભારત માટે અવસર પણ બની શકે છે. અમેરિકાએ વેનેઝૂએલાના ઓઇલ એક્સપોર્ટ પર લગાવેલા પ્રતિબંધ 28 જાન્યુઆરીથી લાગુ થઇ ગયા છે. તેથી જ રાજ્ય સંચાલિત ઓઇલ કંપની પીડીવીએસએએ ઓઇલ ડિલિવરી માટે અમેરિકા અને યુરોપના બદલે અન્ય દેશો પર નજર ઠેરવી રહ્યા છે.
અમેરિકા અને યુરોપમાં થતા એક્સપોર્ટમાં હાલ પ્રતિબંધોના કારણે એક્સપોર્ટ બાદ ચૂકવણીના મુદ્દે પણ ખલેલ પડી રહી છે. જો વેનેઝૂએલા ભારતને ડાયરેક્ટ ક્રૂડ ઓઇલ એક્સપોર્ટ કરશે તો આવનારા દિવસોમાં
ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમત સૌથી સસ્તી થવાની શક્યતાઓ વધી જાય છે. લેટિન અમેરિકન વેનેઝૂએલા દેશ તેના ક્રૂડ અને રિફાઇનરી પ્રોડક્ટ્સના એક્સપોર્ટ માટે રોકડ ચૂકવણી કરતાં ખરીદદારો શોધી રહ્યું છે, ખાસ કરીને ભારત. અમેરિકા બાદ ભારત વેનેઝૂએલામાંથી ક્રૂડ ઓઇલ ખરીદતો બીજો સૌથી મોટો દેશ છે. અમેરિકાના પ્રતિબંધો બાદ વેનેઝૂએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને સત્તામાં ટકી રહેવા માટે નાણાકીય સહાયની જરૂર છે. તેથી જ અમેરિકાએ પ્રતિબંધોને એ પ્રકારે લાગુ કર્યા છે જેથી ઓઇલ રેવન્યૂ દ્વારા માદુરોને પોતાની સત્તામાં ટકી રહેવાની તાકાત મળી શકે નહીં. રિફિનિટિવ ઇકોન ડેટા પ્રતિબંધોની જાહેરાત થઇ તે સમયથી પીડીવીએસએ કંપની પ્રતિદિન 1.5 મિલિયન બેરલ (બામ) ક્રૂડ અને રિફાઇન પ્રોડક્ટ્સ લોડ અને એક્સપોર્ટ કરવા સમક્ષ છે. ઇકોન ડેટા અનુસાર, પ્રતિબંધો પહેલાં વેનેઝૂએલા 1.4 બિલિયન બેરલ (બામ) એક મહિનામાં એક્સપોર્ટ કરતું હતું. સોમવારે બગદાદ અને ફોલ્ગેન્ડ્રોસ એચ. એવા બે સુપર ટેન્કર્સ વેનેઝૂએલાના હોઝે ટર્મિનલથી લઇને
ભારતીય બંદરો સુધી લઇ જવામાં આવ્યા હતા. રિફિનેટિવના શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, વેનેઝૂએલિયન ક્રૂડ અથવા ફ્યૂઅલના અન્ય ટેન્કર્સ પણ એશિયા તરફ જતાં જોવા મળ્યા હતા. જો કે, આ માલવાહક જહાજોનું અંતિમ સ્થળ કયું હતું તે હજુ સુધી સ્પષ્ટ નથી. એનાલિસિસ્ટના જણાવ્યા અનુસાર, એશિયામાં કસ્ટમર્સ શોધવા થોડાં મુશ્કેલ છે. વોશિંગ્ટન તેના રાજકીય અને નાણાકીય ક્લાઉટનો ઉપયોગ કરીને પીડીવીએસએ કંપની સાથે ગમે તે દેશને કોઇ પણ પ્રકારના વ્યવહારને અટકાવી શકે છે. મંગળવારે બાર્કલેઝ બેન્કે ક્રૂડ ઓઇલ એક્સપોર્ટની સમસ્યા મુદ્દે એક સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જે મુજબ: વેનેઝૂએલા કાયદેસર, પ્રતિષ્ઠિત રીતે, નાણાકીય જોખમોને ધ્યાનમાં રાખી જે પ્રકારે ટ્રેડર્સ અથવા કાઉન્ટરપાર્ટીઝને ક્રૂડ ઓઇલના એક્સપોર્ટ કે ડિલિવરીને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, તે જોતાં તમામ પ્રોડક્ટ્સ અન્ય માર્કેટમાં જઇ શકે તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. અમેરિકાની ગોલ્ડમેન સેશ બેન્કે આજે બુધવારે રજૂ કરેલા રિપોર્ટ અનુસાર: પ્રતિબંધોના કારણે નોન-યુએસ રિફાઇનર્સ માટે વેનેઝૂએલાના ભારે ક્રૂડ ઓઇલને લઇ જવાની ક્ષમતા મર્યાદિત છે, પરંતુ મર્યાદા ભારત કે ચીનને નડતી નથી. પ્રતિબંધ પહેલાં પીડીવીએસએ કંપની અમેરિકાને 500,000 બામ (બફિયિહત ાયિ મફ)નું શિપિંગ કરતું હતું, જે વેનેઝૂએલાનું સૌથી મોટું કેશ માર્કેટ છે. ત્યારબાદ ભારત અને ચીનનો નંબર આવે છે. ભારત અને ચીનને પ્રતિ દિન 300,000 બેરલનું શિપિંગ થાય છે. વેનેઝૂએલાએ દેશના ઓઇલ મિનિસ્ટર મેન્યુઅલ ક્યૂવેદોને ભારતના રિફાઇનર્સ સાથે મુલાકાત માટે મોકલ્યા છે. મેન્યુઅલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિ. અને નાયરા એનર્જી લિ. સાથે તેઓની ક્રૂડ ઓઇલની ખરીદીને બમણી કરવાની ભલામણ કરશે.
નવી દિલ્હી પહોંચેલા ક્યૂવેદોએ સોમવારે કહ્યું કે, અમે ભારતીય ખરીદદારોને પ્રતિ દિન 300,000 બેરલથી પણ વધુનું વેચાણ કરીએ છીએ. અમે આ સંખ્યાને બમણી કરવા ઇચ્છીએ છીએ. રિલાયન્સ પીડીવીએસએનું મુખ્ય રોકડ ચૂકવણી કરતી કંપની છે, જ્યારે નાયરા પાસે વેનેઝૂએલાનું ઓઇલ તેના સૌથી મોટાં ભાગીદાર અને રશિયાના ઓઇલ-જાયન્ટ રોસનેફ્ટ દ્વારા પહોંચે છે. ત્યારબાદ પીડીવીએસએ, ભારતની બીજી સૌથી મોટી રિફાઇનરી વાડીનારને સપ્લાય કરે છે. જેની ચૂકવણી 2014માં તૈયાર કરાયેલા રોસનેફ લોન પ્રોગ્રામ હેઠળ થાય છે. ભારતીય રિફાઇનરી મોટાંભાગના બેરલ્સ ખરીદી શકે છે, પરંતુ હજુ પણ વેનેઝૂએલા માટે યક્ષ પ્રશ્ન એ ઉભો થાય છે કે, અમેરિકા કે યુરોપિયન બેંક સિસ્ટમને કોઇ પણ જાતની અસર વિના રોકડ વેચાણ કેવી રીતે થશે? અમેરિકન ટ્રેઝરીએ પ્રતિબંધો બાદ 28 એપ્રિલ સુધીની અંતિમ તારીખ આપી છે. વેનેઝૂએલાના ઓઇલ મિનિસ્ટરે કહ્યું કે, અમે ભારત સાથે ઓઇલ મુદ્દે બાર્ટર (વિનિમય) સિસ્ટમ માટે તૈયાર છીએ.