રાજકોટ જિ. પં.ના સભ્ય મનોજ બાલધાની અટકાયત

 જિલ્લા પંચાયતમાં પોલીસ, ફાયરબ્રિગેડનો કાફલો ખડકાયો
જામકંડોરણા તા,14
જામકંડોરણામાં ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર મુદ્દે રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય મનોજભાઇ બાલધાની આત્મવિલોપનની ચીમકી આપતા રાજકોટ જિલ્લા પંચાયતમાં એમ્બ્યુલન્સ, ફાયરબ્રીગેડ, પોલીસની કાફલો ખડકી દેેવાયેલ હતો. જોકે પોલીસે મનોજભાઇ બાલધાની અટકાયત કરી લીધી હતી. રાજકોટ જિલ્લા પંચાયતના જામકડોરણા સીટના સદસ્ય મનોજભાઇ બાલધાએ જામકંડોરણામાં ભુગર્ભ ગટરના કામમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે પોલીસ ફરીયાદ દાખલ નહી થાય તો કાર્યપાલક ઈજનેરની કચેરી સામે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. જેના અનુસંધાને ગત તા.3/2/2019ના રોજ મનોજભાઇ બાલધાની જામકંડોરણા પોલીસે અટકાયત કરેલ હતી.
મનોજભાઇ બાલધાએ આ પ્રશ્ર્નના નિકાલ માટે વધુ 10 દિવસનો સમય આપવા એટલે કે તા.13/2/2019 સુધીમા આ પ્રશ્ર્નોનો નિકાલ નહીં આવે તો તા.14/2/19ના આત્મ વિલોપનની ચીમકી આપી હતી. જેનાં અનુસંધાને ગત રાત્રે જામકંડોરણા પોલીસે મનોજભાઇ બાલધાની અટકાયત કરેલ છે. દરમિયાન આ આત્મવિલોપનની ચિમકીને પગલે રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.