સોમનાથમાં CMનાં હસ્તે દ્વાદશ જયોતિર્લિંગ સમારોહનો પ્રારંભ

 કેશુભાઇ પટેલ, પ્રવીણ લહેરી વગેરેની ઉપસ્થિતિ : ધ્વજાપૂજા, મહામૃત્યુંજય યજ્ઞ, રથયાત્રા, નગરયાત્રા સહિતનાં કાર્યક્રમો
વેરાવળ,તા.ર3
સોમનાથ મહાદેવની નિશ્રામાં મહા વદ ચતુર્થીને શનીવારે મહોત્સવનો પ્રારંભ થશે. આ મહોત્સવની તૈયારીઓને સોમનાથ ટ્રસ્ટના અધીકારી કર્મચારીઓએ અથાગ પરીશ્રમ દ્વારા આખરી ઓપ અપાઈ ગયો છે. સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી અને અધ્યક્ષ કેશુભાઈ પટેલ તથા ટ્રસ્ટીગણ દ્વારા કાર્યક્રમની તૈયારીઓનો તાગ મેળવવામાં આવેલ હતો.
આ કાર્યક્રમના પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવશે. આ આયોજનમાં તા.ર3 ના રોજ પરંપરાગત ધ્વજાપુજાથી કાર્યક્રમનો પ્રારંભ થશે, ત્યારબાદ મહામૃત્યુજય યજ્ઞ પ્રારંભ, જયોતિલિંગ પુજન, વેરાવળથી સોમનાથ સુધી આધ્યાત્મિક અને ઐતીહાસીક દ્વાદશ જયોતિલિંગ રથયાત્રા યોજાશે.જેમાં ભગવાન શિવ જયારે નગર ચર્યાએ નિકળે અને નગરજનો હર્ષોલાસ સાથે આ યાત્રામાં સ્વયંભુ ઉમટી પડશે.
આ આયોજનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, ઐતિહાસીક સોમનાથ ફોટો પ્રદર્શન, સંસ્કૃત માયે વિશેષ સેવા આપનાર વિદ્વાનોને સોમનાથ સુર્વણ ચંદ્રક અર્પણ કાર્યક્રમ,સંસ્કૃત પાઠશાળાના છાત્રોને છાત્રવૃતી અર્પણ, દ્વિતિય દ્વાદશ જયોતિલિંગ સમારોહ અંગેનુ સ્પેશીલ સોંગ (ગીત) નુ વિમોચન થશે. સોમનાત ડાક ફસ્ટ કે કવર વિમોચન, ગુજરાતનાં પ્રમુખ તીર્થોની વિડીયોટુર-સંતો-મહંતો દ્વારા દ્વાદશ જયાતિલિંગ પુજન,માનવ સવા એજ સનાતન ધર્મ,મંદિર સંસ્થાનની સામાજીક જવાબદારી મંદિર પ્રસાાન,સંસ્કૃતનું મહત્વ જેવા વિષયો પર મહાનુભાવોના સેમીનાર, ત્રિવેણીસંગમ મહાઆરતી, જય સોમનાથ શો. અને અંતમાં ત્રીજા દિવસે સમાપન સમારોહ યોજાશે.
આ કાર્યક્રમમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ, તેમજ ટ્રસ્ટીગણની પણ ખાસ ઉપસ્થીતી રહેશે.દ્વાદશ જયોતિલીંગો, તથા રાજય અને દેશના પ્રમુખ મંદિરોમાંથી પણ મુખ્ય વ્યકિત જેમા પુજારીશ્રી, પંડીતો, મંદિર પ્રશાશન અધિકારીઓ, ટ્રસ્ટીઓ પણ ઉપસ્થીત રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ તૈયારીઓ પુર્ણ થયેલ છે.આવો અવસર આપણે આંગણે હવે પછી 1ર વર્ષ પછી આ પાવન પ્રસંગનું સૌભાગ્ય સોમનાથ મંદિરને પ્રાપ્ત થશે. આ પાવન પ્રસંગમાં ઉપસ્થીત રહેવા સોમનાથ ટ્રસ્ટે અનુરોધ કરેલ છે.