‘જૈશ’ના હેડકવાર્ટરને ચેરિટી મથક ગણાવતું પાક.

 
પુલવામા હુમલા બાદ આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહીનું ભારે આંતરરાષ્ટ્રીય દબાણ ઝીલી રહેલ પાકિસ્તાન સરકારે ગઇકાલેબહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટરને પોતાના નિયંત્રણમાં લઇ લીધું. પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કહ્યું કે જે મદરેસાને જૈશના આતંકી ઠેકાણા ગણાવી રહ્યા છે, તે ચેરિટીનું કામ કરે છે અને શનિવારના રોજ એટલે કે આજે આ વાતની પુષ્ટિ માટે પંજાબ સરકાર મીડિયકર્મીઓને આ મદરેસાની મુલકાત કરાવશે. પાક.નું કહેવું છે કે 700 વિદ્યાર્થીઓની સાથે આ મદરેસા ચેરિટીનું કામ કરે છે. પાક.ના અધિકારીઓના મતે જમાત-ઉદ-દાવાના નેટવર્કમાં 300 મદરેસા, સ્કૂલ અને હોસ્પિટલ સામેલ છે.