ધડાકાના જવાબમાં ભારત ધમાકો કરવા ઉપર: US

વોશિંગ્ટન: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનમાં તણાવ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ખાતે ઓવલ હાઉસમાં મીડિયા સાથે વાતચીત દરમ્યાન કહ્યું કે અત્યારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ખૂબ-ખૂબ જ ખરાબ સ્થિતિ છે. એક ખૂબ જ ખતરનાક સ્થિતિ. અમે આ તણાવની સ્થિતિ ઝડપથી ખત્મ થતી જોવા માંગે છે. ઘણા બધા લોકોને મારી નાંખ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે આ તાત્કાલિક બંધ થાય. અમે આ પ્રક્રિયા પર અમારી બાજ નજર બનાવી છે. બંને દેશોની સરકાર સાથે
વાતચીતનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું કે ભારત ખૂબ જ સખ્ત પગલાં ભરવાનું વિચારી રહી છે. ભારતે અંદાજે 50 લોકોને હુમલામાં ગુમાવ્યા છે. હું પણ તેને સમજી શકું છું.
અમેરિકન રાષ્ટ્રપતિ એ કહ્યું કે અમે તેના પર ચર્ચા કરી રહ્યાં છીએ. ઘણા બધા લોકો વાત કરી રહ્યાં છે. આ ખૂબ જ નાજુક સ્થિતિની તરફ જઇ રહ્યું છે. જે પણ થયું છે તેના લીધે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઘણી બધી સમસ્યાઓ ઉભી થઇ ગઇ છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા એ પાકિસ્તાનની સાથે પોતાના સંબંધોને સુધાર્યા છે અને પાકિસ્તાનના નેતાઓ અને અધિકારીઓની સાથે બેઠકની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે મેં પાકિસ્તાનને 1.3 અબજ ડોલરની મદદ રોકી દીધી જે અમે તેને પહેલાં આપતા હતા. હાલની સ્થિતિમાં અમે પાકિસ્તાનની સાથે કેટલીક બેઠકોનું આયોજન કરવાની તૈયારીમાં છીએ. બીજા રાષ્ટ્રપતિઓના કાર્યકાળમાં પાકિસ્તાનને અમેરિકામાંથી ઘણો લાભ મળ્યો છે. અમે પાકિસ્તાનને 1.3 અબજ ડોલલ વાર્ષિક મદદ કરતા હતા. મેં આ ચૂકવણી રોકી દીધી કારણ કે તેઓ અમારી એ રીતે મદદ કરી રહ્યા નથી જેવી તેમણે કરવી જોઇએ.